04 May, 2016



આજે હું ભારતનાં એક એક માણસની કથા કહીશ, ચીસો પાડીને, કાન ફાટી જાય ત્યાં સુધી કહીશ. કે હવે બસ કરો, હવે જાગો, હવે જુઓ.....

શું સમજીએ છીએ આપણે માણસને ? એક માત્ર જીવતો જાગતો રોબોટ ? એક સામાજિક યંત્ર ? જેમાં લાગણીઓ તો છે પણ એ તો બટન દબાવો તો જ છલકે. એ જીવે છે માત્ર બીજાના સપનાઓ . એ જીવે છે પાડોશી માટે, સમાજ માટે, ખાલી આ દેખાડો છે. ચીટીંગ. પોતાની જાત, પોતાનું અસ્તિત્વ એણે ક્યા ગીરવે મુક્યું છે ?? એ ભૂલી જ ગયો છે કે એ એવું પ્રાણી છે જે પોતાના વિચારોથી ચાલી શકે છે, બીજાના ઇશારાઓથી નહિ.

શા માટે આપણે યંત્રવત થઇ ગયા ? તમને નહિ લાગતું સીસ્ટમ માં કઈ ગડબડ છે ??

બાળપણ માં આપણું હાસ્ય લોકોને મંત્ર મુગ્ધ કરતુ, એનામાં લોકોને ઈશ્વરના દર્શન થતા, એની આંખોમાં વર્તમાન અને ભવિષ્ય ની ચમક હતી. એ સ્મિત,  એ નાદાની, એ એ ચમક ક્યા ભસ્મીભૂત થીમ ગયી ??? એ બચપણ કઈ ગલીમાં ખોવાઈ ગયું ???

હવે તો આ માણસ માત્ર એક નોકરી કરે છે. પૈસા કમાય છે, લગ્ન કરે છે, ઘર ખરીદે છે, લોન લે છે, ખાલી પરિવાર પાળવા ખાતર પાળે છે , મીકેનીકલ સેક્સ કરે છે ને છોકરાઓ પેદા કરે છે અને ફરી એને ઉછેરી ને મોટા કરીને ફરી પોતાના પૂર્વજ ની જેમ સદિયોથી એ જ ઘસાયેલી સાયકલ-cycle ચાલતી રાખે છે ? કોઈ જ ફરક નહિ વર્ષોથી......

શું આ માનવજાત નો એક માત્ર ઉદેશ છે ?? કે બસ એમ જ જીવી નાખો ??? તો માણસ આટલો બુદ્ધિશાળી થયો, સમજદાર તઃયો, concious તઃયો એનો ફાયદો શું ?? માણસ અને પશુમાં તો ભેદ શું ???

આપણે અહી આટલી મોટી પૃથ્વી પર ખાલી એક મકાન બનાવવા આવ્યા છીએ ? ખાલી પૈસા કમાવવા આવ્યા છીએ ??? અરે, રાજા-મહારાજાઓનાં મહેલો પણ ધૂળ થી ધૂળ થઇ ગયા છે, તો આપણા એક ફ્લેટ નું મુલ્ય શું ??? એને જ પકડી રાખીને જીંદગી ઘસી નાખવાની ??

મકાન, પરિવાર, પૈસા, સેક્સ, બાળકો એ બધું જરૂરી છે, એ જીંદગી જીવવાના માધ્યમ છે.  પણ આપણે તો માધ્યમ ને જ Goalમ્માની લીધો. ચુકી ગયા દોસ્ત આપણે આ Game.....
માનવજાત ઈશ્વર તરફથી મળેલી સૌથી મુલ્યવાન ભેંટ છે. એ હજારો રંગ થી  રંગાયેલી છે. બસ ખાલી આપણે Black  & White ના જમાનામાં પડ્યા છીએ. એ જીંદગીનો વાંક કે પછી આપણી આંખ નો ??

આપણે માન, પદ, પ્રતિષ્ઠા , પૈસા, ઈર્ષા, લાલચ માં જિંદગીને સાચી રીતે માણવાનું ભૂલી ગયા છીએ. જીંદગી તો ઉત્સવ છે. નાચવાનો, ગાવાનો, મનાવવાનો, ને આપણે તો હજુયે સુતેલી અવસ્થામાં છીએ, Total Unconciousness........

હવે જાગીએ, ને જિંદગીને છાતી ફાડ જીવીએ, આપણા માટે જીવીએ, જાતમાં જાત પરોવીને જીવીએ, મરતી વખતે કોઈ અફસોસ નાં થાય એવું જીવીએ. દરિયામાં ડૂબકી લગાવી બુંદ બુંદ બની જીવીએ, નદીની જેમ પહાડો પર થી પડીએ, ને વાદળની જેમ ધોધમાર વરસીએ ઉત્સાહમા-આનંદમાં-પ્રેમ માં, તો જ આ જીંદગી સાર્થક છે, બાકી બધું વ્યર્થ. અંતે તો શૂન્ય માં જ વિલીન છે બધું......ને શૂન્યમાંથી જ ફરી સર્જન

- વિવેક ટાંક