30 July, 2016

એ જ તમારો ઈશ્વર.




વિશ્વમાં ૪૦૦૦ કરતા વધુ ધર્મો છે. મોટા ભાગના ધર્મમાં સ્વર્ગ નર્કના  વિચારો છે, તો જરા વિચારો કે બધા ધર્મ અલગ જ હોય તો કેટલા સ્વર્ગ નર્ક હોય ??
માણસ મરે એટલે બીજી દુનિયામાં અલગ અલગ ધર્મના દ્વાર રાખ્યા હોય ,પોતાના ધર્મના સ્વર્ગ કે નર્ક ની લાઈનમાં ઉભું રહેવાનું..
ને જો કોઈ નાસ્તિક હોય તો એનો તો કૈક અલગ જ દ્વાર હશે ને ?
અ કૈક વિચિત્ર નથી લાગતું ?? તમે જ કહેશો કે આવું થોડું હોય ?

આટલાથી જ આપણને સમજાઈ જવું જોઈએ કે સમગ્ર માનવજાતનું સર્જન અને વિનાશ એક રીતે જ થાય છે. કોઈ એક જ દ્વાર છે પ્રવેશ અને વિદાય નું. બધા ધર્મના મૂળમાં એક જ સ્વયંભૂ તત્વ છે. 

એ જ પ્રકૃતિનો નિયમ છે. એ જ તમારો ઈશ્વર.   
  - વિવેક ટાંક

No comments:

Post a Comment