લક્ષ્મીનારાયણ
મંદિરના પૂજારીએ હું એકલો હોવાના કારણે મને રહેવા રૂમ ન આપ્યો. અંતે નિરાશા સાથે
ત્યાંથી નિકળતો હતો. ત્યાં દરવાજા નજીક રહેલી પાણીની પરબ પાસે એક બાવો પાણી પીતો
હતો.
હું
તેની પાસે ગયો અને મેં સમગ્ર ઘટના વિશે વાત કરતાં કહ્યું કે “અહીં રહેવા
માટે કોઈ આશ્રમમાં રૂમ કેમ નથી આપતું?” એ હસવા માંડ્યો.
“આપ
કહાં સે હો?” એણે પુછ્યું.
“ગુજરાત સે” મેં
જવાબ આપ્યો.
“મોદી કે ગુજરાત સે”- વાહ
ક્યા બાત હૈ....
એમ
કહી તે મને મંદિરની બહારના પગથિયા પાસે લઈ ગયો. અમે બંને ત્યાં બેઠા. પછી તો તેણે
આખી કથા શરૂ કરી, પહેલા ઋષિકેશ કેવું હતુ. પોતે કોણ હતો. હવે શું-શું થઈ રહ્યુ છે.
પણ તેની ભાષા એકદમ ઉગ્ર અને અશ્લીલ હતી. દરેક વાતમાં તે પોતાની મૂછો પર તાવ દેતો
અને એટલો ઉગ્ર બોલતો કે વાત કરતાં કરતાં તમને લાગે કે એ તમને પણ એ તમાચા મારી
લેશે. શરૂઆતમાં મને જરા ડર લાગેલ. પણ મારે શું
ગુમાવવાનું હતુ?
મંદિરના
પૂજારીને પણ તેણે ગાળો દિધી. હું તેની પાસે પોણી કલાક બેઠો અને તેની તમામ ભડાશ
સાંભળી. ત્યારપછી ત્યાંથી વિદાઈ લઈ હું બીજા આશ્રમ તરફ આગળ વધ્યો. સાવ છેલ્લા
આશ્રમે ગયો પણ ત્યાં પણ જગ્યા મળી નહીં. ત્યાંથી પાછો ફરી રામ ઝુલા તરફ આવતા એક
દુકાન પાસે બીજો એક બાવો મળ્યો. મેં તેને રહેવા માટે પુછ્યુ. તેણે મને એક-બે
આશ્રમના નામ આપ્યા કે “ત્યાં બાવા-સાધુઓને રહેવા માટે જ છે.
ત્યાં જઈ ચાદર પાથરી સુઈ જજો”
થોડી-ઘણી
ચર્ચા બાદ અમે એકબીજાનો પરિચય કર્યો. હું એક યુવા સંન્યાસી છું એમ જ મેં કહ્યુ. તે
પોતે પંજાબનો એક ક્રિમીનલ હતો. અને બાદમાં આહીં આવી સાધુ બન્યો એ વિશે તેણે
જણાવ્યું. પણ તે નશામાં હોય તેવું મને જણાતું હતુ. તેણે મને ચલમની ઓફર પણ કરી. પણ
હું તેમાં ક્યાંય પડ્યો નહીં. તેણે દુર ગંગાના કિનારે પોતાની ઝુંપડી તરફ હાથનો
ઈશારો કરી કહ્યુ કે અમે ત્યાં રહીએ છીએ. એવું હોય તો ત્યાં આવજો. રહેવાનું કંઈક
કરીશું. પણ આવા નશાખોર બાવાઓનો ભરોસો શુ?
એટલે તેમની સાથે રહેવાનો કોઈ
મતલબ ન હતો. મારે તો તેમની સાથેની ચર્ચાથી અહીંના બાવાઓની માનસિકતા જાણવી હતી.
બાજુની
દુકાનના પટાંગણમાં 10-12 વિદેશી પુરૂષો, મહિલાઓ અને બે-ત્રણ બાવાઓ ચલમ ફૂંકતા
ફૂંકતા ચર્ચાઓ કરતાં હતાં આ બધું અજબ દ્રશ્ય હતુ. હું સતત વિચારતો હતો કે આ
વિદેશીઓ આવા કેટલાય બાવાઓની ચુંગાલમાં ફસાઈ જતાં હશે અને તેઓ આવા લોકોની ઢોંગી
વાતો, ચમત્કારની કહાનીઓને અધ્યાત્મ માની લેતા હશે.
આ
બધું જોતા જોતા હું એવા આશ્રમે પહોચ્યો જ્યાં ભારતભરના બાવાઓ આવી, ચાદર પાથરી
પડ્યા રહેતા. હું તો ત્યાં પણ સૂવા તૈયાર હતો પણ આશ્રમનો મુખ્ય સંચાલક બહાર ગયો
હતો. મેં અડધી કલાક રાહ જોઈ. બાદમાં તે આવ્યો પણ ખરા પણ આશ્રમ ફુલ છે તેવું
જણાવ્યુ ને, મારે ત્યાંથી પણ નિકળી જવું પડ્યું હતુ.
અંતે
કંટાળીને હું 15 મિનીટ ગંગાના પગથિયે બેસીને નદીના પાણીને જોતો રહ્યો. હવે ક્યાં
જવું?
રાત
ક્યાં રહેવું? હું
સંન્યાસીના વેશમાં જ રૂમમાં રહેવાનો આગ્રહી હતો.
અંતે ત્યાં ચા પીતા-પીતા એક માણસે
કહ્યુ “બાબાજી, આપ લક્ષ્મણ ઝુલા ચલે જાઈએ, વહાં
કોઈ ખાલી આશ્રમ જરૂર મીલ જાયેગા”
વળી
હું ત્યાંથી ચાલતા-ચાલતા 3 કિમી દુર લક્ષ્મણ ઝુલા જવા નીકળ્યો. રસ્તામાં આવતા 2-3
આશ્રમમાં તપાસ કરી. પણ એ જ નિરાશા, એક આશ્રમ વાળાએ તો કહ્યુ કે “તમે
તમારૂ નામ, એડ્રેસ વગેરે ચિઠ્ઠીમાં લખી દો. અમે તમારા ઘરે પત્ર મોકલીશું તે
પરવાનગી આપે તો જ અમે તમને રહેવા દઈએ.” મારો તો મગજ હટી ગયો. ક્યારે તમે પત્ર
મોકલો, ક્યારે પહોચે અને ક્યારે ત્યાંથી પરવાનગી મળે. ત્યાં સુધીમાં તો હું આખો
હિમાલય ફરી લઉં.
મેં
તેમને સમજાવ્યા કે મારે તો માત્ર 1-2 દિવસ જ રહેવું છે. પણ મારી એક પણ વાત ન
સાંભળી અને મને રહેવાની જગ્યા આપવાની ના પાડી દિધી. હું ત્યાંથી નિકળી લક્ષ્મણ ઝુલાના
રસ્તે આગળ વધ્યો. ઘનઘોર અંધારૂ, ઠંડી અને હું એકલો. ફરી એ જ રવિન્દ્રનાથ ટાગોરનું
ગીત “એકલા ચલો, એકલા ચાલો”
મનમાં ગુંજ્યા કરે. ને હું એકલો ચાલતો રહ્યો.
લક્ષ્મણઝુલા
પહોચતાં ખુબ મોડુ થઈ ગયેલુ. બધા આશ્રમો બંધ થઈ ચૂક્યા હતા. હવે તો રસ્તાના કિનારે
કોઈ ઝાડ નીચે સારી જગ્યા જોઈ સુઈ જવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. પણ ત્યાં જ હું
એક ગલીમાંથી પસાર થતો હતો ત્યાં એક ગેસ્ટ હાઉસ બંધ થઈ રહ્યુ હતુ. એક આશાનું કિરણ
દેખાયુ મને. હું ત્યાં પહોચ્યો ને પુછ્યુ “એક રાત કે લીયે રૂમ મિલેગા?”
ત્યાં
રહેલા 20 વર્ષના છોકરાએ કહ્યુ, “હા બાબાજી એક રૂમ હે”
મને ખુશી થઈ. ચલો હવે મેળ પડશે.
હજુ
હું ભાવ વિશે કંઈ પુછવા જાવ તે પહેલા જ પેલાએ કહ્યુ “બાબા આપકે પાસ કિતને પૈસે હે?”
મેં
કહ્યુ, " સો રુપયે "
પેલાએ
કહ્યુ, “કોઈ બાત નહીં બાબાજી ચલેગા”
અને
એણે મને સો રૂપિયામાં રૂમ આપી દિધો. એના મતે હું એક યુવા સંન્યાસી જ હતો. અંતે
રાત્રે 1 વાગ્યે મને રૂમ મળ્યો. રૂમમાં પહોચીને મને સમજાયું કે પુસ્તકોમાં જે વર્ણન
છે તે અને અહીંની વાસ્તવિક સ્થિતિ સાવ અલગ છે. એક રૂમ મેળવવા માટે સાંજથી હું ભટકતો હતો ત્યારે રાત્રે એક વાગ્યે રૂમ મળ્યો। પણ છતાં મને આનંદ હતો. હું સન્યાંસીના વેશમાં મારી દુનિયાથી સાવ અલગ હતો.
(વધુ
આવતા અંકે)
Waiting for next part
ReplyDeletenice sir..
ReplyDeleteawosame.
ReplyDeletewaiting for next.
and one request please upload next part of this aslo "મેં વાંચેલ પુસ્તકો,કદાચ તમને પણ ગમે(ભાગ૧)".
sir jaldi next part upload kro...
ReplyDeleteSir. Aaje me tamaro blog joyo. Ne aa na 6 bhag aekki jagyaye besi vanchya ...Sir. Have jaldi bijo bhag muko... Please..Sir me tamara vise world inbox magazine ma vanchyu tu..So tayre ni man ma icha hati. Ne aaje tamaro blog mali gayo... Congratulations sir...For Dy collector...
ReplyDeleteHa me pan vanchya .
Deleteપીલ્ઝ સર અપલોડ "મારી અલગારી હિમાલય યાત્રા -7"
ReplyDeleteInspiration fantastic story of Himalayan yatra on ground zero I am waiting for the 7 part
ReplyDeleteSir where is part 7 can't wait....
ReplyDeleteતમે તમારો પરિચય આપ્યા વિના જ સફળતા મેળવી એ જાણી આનંદ થયો. મારી ધારણા ખોટી પડી. ગીતાભવનમાં એકલા પ્રવસીને રહેવા મળી શકે છે. ઘરેથી ભાગીને નથી આવ્યા અને અહીં આવવાનો ઉદ્દેશ સારો છે એવો વિશ્વાસ આપતા ત્યાં વ્યવસ્થા થઈ જાય છે. પરંતુ તમારો પરિચય ન આપવાનો નિશ્ચય ગમ્યો. અને રાત્રે 1 વાગ્યા સુધી પ્રયત્નો કરતા રહેવાનું સાહસ જ તામરી ગાઢ ઈચ્છા શક્તિનો પરિચય આપે છે. ચાલો આગળ વધુ, ભાગ 7 તરફ ...
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteIt's been 3 years I am also waiting for the next part
Delete