જામ્બવં ગુફા- ( રાણાવાવ, જિ. પોરબંદર )
પ્રવાસન અને પૌરાણિક ઇતિહાસની દ્રષ્ટીએ આ મહત્વનું સ્થળ છે. સાંકડાં પ્રવેશદ્વાર વાળી આ ગુફા તેની માટી પ્રખ્યાત છે.
ગુફા અને કૃષ્ણની પટરાણીની પૌરાણિક કહાની-
---------------------------------------------------------
મથુરાનાયાદવ સામંત સાત્રજીત ની પુત્રી સત્યભામા સાથે કૃષ્ણનાં લગ્ન થયેલા. આ સાત્રજીતએ સમુદ્રકિનારે સૂર્યદેવ પાસેથી શ્યામન્તક નામનો મણી મેળવેલો. સાત્રજીતને કોઈ પુત્ર ન હતો. કૃષ્ણએ સાત્રજીત પાસે આ મણી માંગેલો પણ તેણે આપ્યો નહિ. એક દિવસ સાત્રજીતનાં ભાઈ પ્રસન્નજીત આ મણી ગળામાં પહેરી શિકાર પર ગયેલા પણ તેઓ પાછા ફર્યા જ નહિ. આથી યાદવોને એવી શંકા જાગવા લાગી કે મણી મેળવવા માટે કૃષ્ણએ પ્રસન્નજીતની હત્યા કરી છે.
એક દિવસ બલરામે કૃષ્ણને કહ્યું કે “ તે પ્રસન્નજીતની હત્યા નથી કરી” એ હું જાણું છું, પણ લોકોને તારે એ સાબિત કરીને બતાવવું પડશે. આથી કૃષ્ણ, બલરામ અને બીજા યાદવો પ્રસન્નજીત ને શોધવા જંગલમાં નીકળી પડ્યા. ત્યારે પ્રસન્નજીતની લાશ મળી અને પગલાઓના આધારે ખબર પડીકે કોઈ સિંહે તેનો શિકાર કર્યો છે અને મણી લઈને જતો રહ્યો છે. આથી એ સિંહને શોધતા શોધતા ખબર પડી કે એ સિંહ મરેલો છે અને તેને કોઈ રીંછે મારી નાખ્યો છે અને મણી લઇ લીધો છે.
અંતે તેને શોધતા શોધતા કૃષ્ણ અને તેના યાદવ મિત્રો એક ગુફા સુધી આવી પહોંચ્યા. બધાને ગુફાની બહાર રાખી કૃષ્ણ ગુફામાં ગયા. પણ કેટલોય સમય ગુફામાંથી બહાર નાં આવતા યાદવોને લાગ્યું કે પેલા રીંછે કૃષ્ણને મારી નાખ્યા હશે આથી ગુફામાં જવાની કોઈની હિંમત નાં થઇ અને તેઓ ગુફા છોડી જતા રહ્યા. અને દ્વારકા જઈ લોકોને આખી વાત કહી. પણ બાદમાં થોડા દિવસો બાદ કૃષ્ણ ગળામાં એક મણી પહેરેલી સ્ત્રી સાથે પાછા ફર્યા. એ સ્ત્રી એટલે રીછ જામ્બવનની પુત્રી જામ્બવતી. કે જેની સાથે કૃષ્ણએ લગ્ન કરેલા......
આજામ્બવન એટલે રામાયણ કાળમાં રીંછોનાં રાજા, જેણે રામને સીતાની શોધ વખતે સહાય કરેલી. આથી જ ગુફામાં કૃષ્ણ અને જામ્બવન વચ્ચે થયેલી લડાઈમાં અંતે જામ્બવને કૃષ્ણને ઓળખી જતા લડાઈ પૂર્ણ કરી અને પોતાની પુત્રી જામ્બવતીનો હાથ કૃષ્ણને સોંપ્યો.
અંતે યાદવસભામાં લોકોને મણી અંગે સત્ય હકીકત ખબર પડી અને કૃષ્ણએ મણી
સત્રાજીતને સોંપી દીધો. પણ બાદમાં કૃષ્ણ પર મણી લેવાના અને પ્રસન્નજીતની હત્યાના ખોટા આરોપનાં પ્રાયશ્ચિતરૂપે, સત્રાજીતે પોતાની પુત્રી સત્યભામાનાં લગ્ન કૃષ્ણ સાથે કરાવેલા અને દહેજમાં મણી આપ્યો. જેને લેવાનો કૃષ્ણએ એવું કહીને ઇનકાર કર્યો કે “તમારું અમૂલ્ય રત્ન એવી પુત્રી સોંપી એ જ બહુ છે”
સત્રાજીતને સોંપી દીધો. પણ બાદમાં કૃષ્ણ પર મણી લેવાના અને પ્રસન્નજીતની હત્યાના ખોટા આરોપનાં પ્રાયશ્ચિતરૂપે, સત્રાજીતે પોતાની પુત્રી સત્યભામાનાં લગ્ન કૃષ્ણ સાથે કરાવેલા અને દહેજમાં મણી આપ્યો. જેને લેવાનો કૃષ્ણએ એવું કહીને ઇનકાર કર્યો કે “તમારું અમૂલ્ય રત્ન એવી પુત્રી સોંપી એ જ બહુ છે”
( આ સમગ્ર પૌરાણિક કહાની જોતા અહી સમુદ્રનું વર્ણન કરેલ છે, જે કદાચ દ્વારકા પોરબંદરનો દરિયાઈ વિસ્તાર હોવો જોઈએ..જે જંગલની વાત થઇ છે તે કદાચ બરડા ડુંગરનું જંગલ હોવું જોઈએ કારણકે વર્ષો પહેલા ત્યાં સિંહો હતા તેવી માહિતી પ્રાપ્ત થાય છે....અને જે ગુફાની વાત થાય છે તે હાલ રાણાવાવ પાસેની જામ્બવન ગુફા )
- વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )
એક્સ્ટ્રા શોટ્સ -
કેવી રીતે પહોંચવું ? પોરબંદરથી ૧૨ કિમી રાણાવાવ શહેર આવેલ છે. અને ત્યાંથી 3 કિમી અંતરે બરડા ડુંગરની ગોદમાં આ પૌરાણિક ગુફા આવેલ છે. રાણાવાવથી પ્રાઈવેટ વાહન દ્વારા ગુફા સુધી પહોંચી શકાય છે...
અન્ય માહિતી - ગુજરાત સરકારે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાનો પ્રયાસ કરેલ છે..
No comments:
Post a Comment