30 January, 2019

ઐતિહાસિક સ્થળ દાંડીની મુલાકાત

ઐતિહાસિક સ્થળ દાંડીની મુલાકાત ---

હું ઈતિહાસનો માણસ છું.. સ્કૂલમાં પણ ઈતિહાસ વિષય ગમતો અને ઈ પછી ઈતિહાસ ઘણા વર્ષો સુધી ભણાવ્યો પણ છે...ઈ રીતે પણ ઐતિહાસિક સ્થળો મારા આકર્ષણનું હમેશા કેન્દ્ર રહ્યા છે...

મેં અને મારી પત્ની પ્રજ્ઞા દક્ષીણ ગુજરાતની યાત્રા પર નીકળવાનું આયોજન કરેલ..અને તેના ભાગ રૂપે અમે નવસારી આવી પહોંચ્યા અને ત્યાંથી ગાંધીજીએ મને જાણે કે દાંડી જોવા માટે બોલાવ્યો હોય તેમ અંત:સ્ફૂરણા થતા  અમે તરત જ દાંડી ગૂગલમાં સર્પ કર્હોંયું અને તે ઘણું નજીક હતું એટલે તરત જ મેં દાંડી તરફ કાર દોડાવી....

દાંડી પહોંચતા જ હું  આઝાદીની ચળવળનાં ઇતિહાસમાં પહોંચી ગયો...દાંડી યાત્રા મારી નજર સમક્ષ ખડી  થવા માંડી...સૌથી આગળ ચાલતા ગાંધીજી અને પાછળ તેના સાથીદારો....દાંડીના દરિયા કિનારે જેમ ગાંધીજીએ મીઠું ઉપાડેલ તેમ મેં દરિયાની ધૂળ ઉપાડીને એ યાત્રાનો જાણે સાક્ષી થયો હોય એમ આનંદ અનુભવ્યો....

1930માં સવિનય કાનૂનભંગના ભાગરૂપે યોજાયેલ આ દાંડીયાત્રા ઇતિહાસમાં ઘણુ મોટુ નામ ધરાવે છે.
દાંડી પહોંચતા જ 78 સાથીદારો સાથેની દાંડી યાત્રા દેખાવા લાગે. " હરિનો મારગ છે શૂરાનો નહીં કાયર નું કામ" એ ભજન મનમાં ગુંજવા લાગે. અહીંના સૈફિવિલામાં ગાંધીજી રોકાયેલા અને આ વીલા સામે જ મીઠુ ઉપાડી ગાંધીજીએ બ્રિટિશરોની ઇમારતના પાયામાં લૂણો લગાડેલ. આ સ્થળ જોતાં જ 6 એપ્રિલ-1930 એ સવારે મીઠુ ઉપડવાનુ એ સાહસિક દૃશ્ય નજર સામે ખડું થઈ જાય. " નમક કા કાનૂન તોડ દિયા".  ગાંધીજી રોકાયેલ તે સૈફવિલાને મેં ધારી ધારીને જોયો, કહો તો અનુભવ્યો....

સૈફ સાહેબે આ વીલા હેરીટેજ બનાવવા 1961માં ભારત સરકારને સુપ્રત કરેલ.

દાંડી બાદ અમે બાજુના ગામ - કરાડી ગયા કારણ કે ૧૯૩૦મા દાંડી યાત્રા બાદ ગાંધીજી બાજુના કરાડી ગામમાં રોકાયેલા પણ ધરાસણા સત્યાગ્રહ વખતે અહીંથી ગાંધીજીની ધરપકડ થયેલી....ગાંધીજી કરાડીમાં જે ઝુંપડીમાં રોકાયેલા તેને પણ અમે જોઈ અને ગાંધીજીની ઝાંખી કરી....

ધન્ય દાંડી .......ધન્ય ગાંધી.......

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? નવસારી થી દાંડી માત્ર ૨૫ કિમી અંતરે આવેલ છે...બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે....

ક્યાં રોકાવું ? દાંડી નાનું ગામ છે આથી ત્યાં રોકાણની ખાસ સુવિધા નથી. રાત્રી રોકાણ નવસારી ખાતે કરી શકાય છે...

અન્ય માહિતી - અહી ગુજરાત સરકાર દ્વારા ભવ્ય મ્યુઝીયમ બની રહ્યું છે....



















No comments:

Post a Comment