ચાંપાનેર અદભુત સ્થાપત્યોનું એક ઐતિહાસિક શહેર....
ચાવડા વંશના સ્વથાપક વનરાજ ચાવડાએ ૮ મી સદીમાં પોતાના મિત્ર અને સેનાપતિ ચાંપાનાં નામ પર થી આ શહેરની સ્થાપના કરેલ. બાદમાં ગુજરાત સલ્તનતના રાજા મહંમદ બેગડાએ અદભુત કલાકારીગરીથી આ શહેરને કંડાર્યું હતું અને ચાંપાનેરને પોતાની રાજધાની બનાવેલ. તેણે અહી અનેક મહેલો, મસ્જીદો, કમાનો કોતરાવી છે. ૨૦૦૪માં આ ચાંપાનેરને યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ સાઈટમાં મુકવામાં આવેલા. જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત છે.
આ સ્થળની મુલાકાત લઈએ ત્યારે એમ જ થાય કે તમે બેગડાના કાળમાં આવી ગયા છો. ચારે બાજુ જાત જાતનું સ્થાપત્ય જ નજરે પડે. એક આખો દિવસ જોઈએ ત્યારે બધા સ્થાપત્યો જોઈ શકાય એવી ભવ્ય કારીગીરી છે.
ઈતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્યોના શોખીન લોકો માટે ખાસ જોવા જેવી જગ્યા.
અહી ફરતા ફરતા તમને ઈતિહાસ જીવંત થયો હોય એવું જરૂર જણાશે.
મહાકાલી માતાનું પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે...પાવાગઢની મુલાકાત દરમ્યાન ચાંપાનેરની મુમુલાકાત ખાસ લેવી. એક માન્યતા અનુસાર અકબરના દરબારના સંગીત સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવનાર બૈજુ બાવરાનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ .હતું..
કેવી રીતે પહોંચવું ?? - પંચમહાલ જિલામાં આવેલ ચાંપાનેર વડોદરાથી ૫૦ કિમી અને અમદાવાદથી ૧૫૦ કિમી અંતરે આવેલ છે. આમ બંને સ્થળ થી બસ/કાર દ્વારા સહેલાઈથી આ જગ્યા પર પહોંચી શકાય છે....
ક્યા રોકાવું ? અહી રોકવાની સુવિધા ઉપલબ્ધ છે...પણ સામાન્ય રીતે લોકો વડોદરા રોકીને અહી દિવસ દરમ્યાન મુલાકાત લેવ્લેતા હોય છે...
અન્ય માહિતી - જામ્બુઘોડા અભયારણ્ય પણ અહીંથી ૪૦ કિમી નાં અંતરે આવેલ છે....જે પણ ખૂબ જ રમણીય પ્રાકૃતિક સ્થળ છે... આમ એક સફરમાં બે સ્થળોનો આનંદ લઇ શકાય છે....
No comments:
Post a Comment