25 March, 2016


આજ થી હુ એક અલગ જ વિષય પર નવલ કથા લખવા જઈ રહ્યો છુ.,

" યુવાની, રોમાન્સ  અને સેક્સ " આ વિષય પર ભારત માં  યુવાન સ્ત્રી પુરુષ ની  હાલત, હોર્મોન્સ  નો પ્રભાવ,  સમાજ ના બંધનો, મર્યાદા, સંસ્ક્રુતી અને એક બાજુ કેરીયર. એ અજીબ સંઘર્ષ  છે. આ વિષય પર સમાજનુ તોછડાપનુ પણ બહુ  છે ( પછી ભલે ભરતના જ વાત્સ્યાયન એ દુનિયાની શ્રેષ્ઠ બુક - કામાસૂત્ર લખેલી હોય અને કામના શ્રેષ્ઠ શિલ્પો ખજુરાહો  અને મંદિરોમા કોતરાયા  હોય )

આ બધાથી પીડાતા યુવા વર્ગ ની હાલત ભારત માં કેવી થાય છે એ બાબતે એક મિત્ર સાથે  ચર્ચ કરતા  કરતા મને આ વિષય પર એક લેખ લખવાનો વિચાર આવેલ. અને જ્યારે લેખ ની શરૂઆત કરી તો લાગ્યુ કે  લેખ કરતા તો ભારત ના યુવા વર્ગ ની વ્યથા દર્શાવતી એક આત્મકથા  ટાઇપ ની નોવેલ લખવી કેવી રહે ?? અને અચાનક જ થીમ સામે આવી અને એક ચેપ્ટર લખાઈ  પણ ગયુ..,

સાતમા ધોરણ ના વિજ્ઞાન  ન "પ્રજનન  તંત્ર" થી કહાની શરૂ કરી ને રોમાન્સ.  સેક્સની ભ્રામક માન્યતા, સામજિક કટાક્ષ  અને અંતે ફિલોસોફી.   આ એક અનંત સફર પર  ચાલનારી કથા બનશે. જે એક એક યુવા ની કથા હશે....

શાયદ matrubharti.com  ની anroid application પર હુ ebook રૂપે આ નોવેલ lakhish એટલે લોકો આસાનીથી  વાંચી શકે.

( હુ જાણું છુ કે કેટલાક લોકો તો આ પોસ્ટ જોશી ને વાંચશે  પણ ખરા પણ like નહી કરે. કારણ  કે like  કરીએ તો કૉઈ કેવું વિચારે ?? એ લોકોને વિચારવા  જ દો. )

ભારતમા સેક્સ  રોમાન્સ  supress  નહી પણ transform  થવો જોઈએ. આપણા રુશિઓએ તો કામ ને પણ દેવ બનાવ્યા છે. એ લોકો આ ઊર્જા જનતા હતા. પણ આપણે રૂઢીવાદી  બની સત્યાનાશ  કરી નાખ્યો. કામ  થી મુક્ત થયેલ માણસ  બીજુ કંઈક creative  વિચારી શકે....એ આપણા  પૂર્વજો જાણતા  હતા  એટલે આ વિષય એક દમ સામાન્ય હતો. કાલિદાસ કે નરસિંહ મેહ્તા એ બહુ  બધા શ્રુઁગારિક  રોમેન્ટિક  erotic  કાવ્યો લખ્યા છે. તો તો એ બધા અશ્લીલ જ થયા  ને ????

- Vivek Tank

Photo - Film - KAMASUTR - A TALE OF LOVE BY MIRA NAIR

09 March, 2016

Un-cast ( Leading to New Society )


Casteism દ્વારા દરેક જાતિનું એક અલગ ઓળખ ચાલુ રહે એક અલગ Culture જીવતું રહે એ વાત એક દમ સાચી. તો જ વિવિધતામાં એકતા દેખાય. પણ આગળ જતા લોકો Cast નામ પર માત્ર અલગ જ રહેતા ફરે, પોતાની જ મહાનતા ગણાવતા ફરે, અને ધીરે ધીરે અલગ અલગ Cast એક બીજાની દુશ્મન બનવા માંડે ત્યારે આ Cast સિસ્ટમ સામે વાંધો આવે.

સ્વામી વિવેકાનંદ નું આવું જ કહેવું હતું કે અલગ અલગ Cast પણ રહે અને પરસ્પર સદભાવના રહે તો આ શ્રેષ્ઠ સમાજ બને. પણ પછી હું ઉંચો, તું નીચો, Inter Cast Marriage નાં જ જોઈએ. લગ્ન તો ખાલી આપણી Cast માં જ...ત્યારે પછી સમાજમા ભેદ ભાવ સર્જાવા માંડે.

તો આપનો પ્રયાસ એવો હોવો જોઈએ કે કોઈને Cast પુછાવી જ શા માટે ? “ જાતી નાં પૂછીએ સાધુ કી પૂછ લીજીયે જ્ઞાન. શું એકવીસમી સદીમાં આપણે હજુ ૧૮મિ સદીની Mentality થી જીવવાનું ?
અહી વાત છે Liberal બનવાની. સર્વનાં સન્માન ની, જ્ઞાતિ એક સમૂહ છે. આ સમૂહ સાથે ચાલી પ્રગતિ કરે છે, લોકોને મદદ કરે છે, પોતે પણ આગળ આવે ને બીજા ને પણ લાવે, એના અલગ રીત રીવાજો બને તો કઈ વાંધો નથી પણ એ રીવાજો બંધન નાં હોવા જોઈએ કે અમારું જ સાચું ને બાકી બધા ખોટા. લોકો બીજી જ્ઞાતિ વાળાને પણ મહત્વ આપે, ભ્રાતૃભાવ.

યા તો Cast પર પૂર્ણ વિરામ મુકવો જોઈએ યા તો બીજાની સ્વતંત્રતા ની સ્વીકારવી જોઈએ. અને રૂઢીવાદી નાં બની રહેતા ખુલ્લા મન થી વિચારવું જોઈએ. જ્ઞાતિવાદનું અક્કાડપણ છોડીએ. દરેક વર્ગ પોતાની શક્તિ પ્રમાણે સમાજ માં પોતાનું પ્રદાન કરે જ છે. તો રૂઢીવાદને અલવિદા કહેવા ચાલો મળીને એક નવા સમાજ તરફ પ્રયાણ કરીએ.

            Join Our Un-Cast  Group to reform  society  and make India United

( આ વિચારો મારા અંગત છે. આ બાબતે સલાહ સૂચન હંમેશા આવકાર્ય છે. )
-વિવેક ટાંક