25 March, 2016


આજ થી હુ એક અલગ જ વિષય પર નવલ કથા લખવા જઈ રહ્યો છુ.,

" યુવાની, રોમાન્સ  અને સેક્સ " આ વિષય પર ભારત માં  યુવાન સ્ત્રી પુરુષ ની  હાલત, હોર્મોન્સ  નો પ્રભાવ,  સમાજ ના બંધનો, મર્યાદા, સંસ્ક્રુતી અને એક બાજુ કેરીયર. એ અજીબ સંઘર્ષ  છે. આ વિષય પર સમાજનુ તોછડાપનુ પણ બહુ  છે ( પછી ભલે ભરતના જ વાત્સ્યાયન એ દુનિયાની શ્રેષ્ઠ બુક - કામાસૂત્ર લખેલી હોય અને કામના શ્રેષ્ઠ શિલ્પો ખજુરાહો  અને મંદિરોમા કોતરાયા  હોય )

આ બધાથી પીડાતા યુવા વર્ગ ની હાલત ભારત માં કેવી થાય છે એ બાબતે એક મિત્ર સાથે  ચર્ચ કરતા  કરતા મને આ વિષય પર એક લેખ લખવાનો વિચાર આવેલ. અને જ્યારે લેખ ની શરૂઆત કરી તો લાગ્યુ કે  લેખ કરતા તો ભારત ના યુવા વર્ગ ની વ્યથા દર્શાવતી એક આત્મકથા  ટાઇપ ની નોવેલ લખવી કેવી રહે ?? અને અચાનક જ થીમ સામે આવી અને એક ચેપ્ટર લખાઈ  પણ ગયુ..,

સાતમા ધોરણ ના વિજ્ઞાન  ન "પ્રજનન  તંત્ર" થી કહાની શરૂ કરી ને રોમાન્સ.  સેક્સની ભ્રામક માન્યતા, સામજિક કટાક્ષ  અને અંતે ફિલોસોફી.   આ એક અનંત સફર પર  ચાલનારી કથા બનશે. જે એક એક યુવા ની કથા હશે....

શાયદ matrubharti.com  ની anroid application પર હુ ebook રૂપે આ નોવેલ lakhish એટલે લોકો આસાનીથી  વાંચી શકે.

( હુ જાણું છુ કે કેટલાક લોકો તો આ પોસ્ટ જોશી ને વાંચશે  પણ ખરા પણ like નહી કરે. કારણ  કે like  કરીએ તો કૉઈ કેવું વિચારે ?? એ લોકોને વિચારવા  જ દો. )

ભારતમા સેક્સ  રોમાન્સ  supress  નહી પણ transform  થવો જોઈએ. આપણા રુશિઓએ તો કામ ને પણ દેવ બનાવ્યા છે. એ લોકો આ ઊર્જા જનતા હતા. પણ આપણે રૂઢીવાદી  બની સત્યાનાશ  કરી નાખ્યો. કામ  થી મુક્ત થયેલ માણસ  બીજુ કંઈક creative  વિચારી શકે....એ આપણા  પૂર્વજો જાણતા  હતા  એટલે આ વિષય એક દમ સામાન્ય હતો. કાલિદાસ કે નરસિંહ મેહ્તા એ બહુ  બધા શ્રુઁગારિક  રોમેન્ટિક  erotic  કાવ્યો લખ્યા છે. તો તો એ બધા અશ્લીલ જ થયા  ને ????

- Vivek Tank

Photo - Film - KAMASUTR - A TALE OF LOVE BY MIRA NAIR

No comments:

Post a Comment