27 February, 2019

પોળો ફોરેસ્ટ - વરસાદી મૌસમનું અદભુત સ્થળ

પોળો ફોરેસ્ટ - વરસાદી મૌસમ નું એક અદભુત સ્થળ



પ્રકૃતિ અને મનુષ્યનો સબંધ સદીઓ જૂનો છે. પ્રકૃતિમાં માણસને તન -મનથી રીપેર કરવાની ક્ષમતા છે.....સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પાસે આવેલ પોળો જંગલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 15મી સદીમાં બનેલા ઐતિહાસિક જૈન મંદિરોનું સ્થાપત્ય, જંગલ, પહાડો, નદી, ધોધ અને ઉપરથી વરસાદ પછી કહેવું જ શું ???

GPSC ની પરીક્ષાઓ સુખરૂપ પૂર્ણ થઇ ચુકી  હતી. હવે હતો આનંદનો ઉત્સવ. આ સમયે હું ગાંધીનગર રહેતો હતો. પોળો ફોરેસ્ટ આ પહેલા પણ જઈ આવેલ. પણ ચોમાસું ચાલી રહ્યું હતું એટલે જંગલનું આકર્ષણ મને ખેંચતું હતું...રવિવારે વહેલી સવારે અમે મારું એવેન્જર બાઈક લઈને પોળો જવા નીકળી પડ્યા. બાઈક રાઈડીંગ ઈ પણ અનેરો એક શોખ છે. રસ્તામાં આવતા ઈડરિયાગઢની પણ અમે  મુલાકાત લીધી. આ સ્થળ પણ અદભુત છે. અને અંતે ધીમા ઝરમર વરસાદમાં અમે પોળો પહોંચી ગયા..

પોળો એ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર  તાલુકામાં અરવલ્લી  ગિરિમાળા વચ્ચે, રણાવ નદીને  કિનારે આવેલુ સ્થળ છે. અહી  પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે

અહીનાં પહાડો પર ટ્રેકિંગ કરવાનો આનંદ અનેરો છે. જંગલમાં દૂર દૂર સુધી ચાલતા જઈએ તો પણ જરા પણ થાક ના લાગે...પહાડો પરથી પડતા ઝરણામાં નાહીને એવી તો અદભુત લાગણી જાગે કે જાણે વનદેવીનો સાક્ષાત્કાર થયો હોય...

આવા કોઈ પણ સ્થળ પર જઈને હું થોડી વાર આંખ બંધ કરીને ધ્યાન કરું જ...પ્રકૃતિ સાથે કનેક્ટ થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે...
ધર્મ અને પ્રકૃતિનું મિલન એ આ સ્થળની આગવી વિશેષતા છે.

અહી મેં જોયું કે લોકો માત્ર પીકનીક સ્થળ માનીને અહી આવે અને નીચે જ ફોટોગ્રાફ્સ પડાવીને ચાલ્યા જાય...પણ સાચો આનંદ એ નથી....અહીનાં જંગલમાં ફરવું, પહાડો પર ચડવું અને ઝરણામાં નહાવું અને પછી શાંત છીતે બેસી રહેવું અને આત્માને રીચાર્જ કરવો એ સાચી રીત છે....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ?  અમદાવાદ થી પોળોનું જંગલ ૧૫૦ કિમી અંતરે આવેલ છે...બસ પણ મળી રહે છે. બાઈક કે કાર દ્વારા પણ સરતાથી પહોંચી શકાય છે...

ક્યા રોકાવું  ?  જે લોકોએ ખરા અર્થમાં આનંદ લેવો હોય તેમણે અહી વનવિભાગ દ્વારા ઉભા કરેલા ટેન્ટ કે રૂમમાં રોકાણ કરવું જોઈએ. એ માટે હિમતનગર ખાતેથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે....






30 January, 2019

ઐતિહાસિક સ્થળ દાંડીની મુલાકાત

ઐતિહાસિક સ્થળ દાંડીની મુલાકાત ---

હું ઈતિહાસનો માણસ છું.. સ્કૂલમાં પણ ઈતિહાસ વિષય ગમતો અને ઈ પછી ઈતિહાસ ઘણા વર્ષો સુધી ભણાવ્યો પણ છે...ઈ રીતે પણ ઐતિહાસિક સ્થળો મારા આકર્ષણનું હમેશા કેન્દ્ર રહ્યા છે...

મેં અને મારી પત્ની પ્રજ્ઞા દક્ષીણ ગુજરાતની યાત્રા પર નીકળવાનું આયોજન કરેલ..અને તેના ભાગ રૂપે અમે નવસારી આવી પહોંચ્યા અને ત્યાંથી ગાંધીજીએ મને જાણે કે દાંડી જોવા માટે બોલાવ્યો હોય તેમ અંત:સ્ફૂરણા થતા  અમે તરત જ દાંડી ગૂગલમાં સર્પ કર્હોંયું અને તે ઘણું નજીક હતું એટલે તરત જ મેં દાંડી તરફ કાર દોડાવી....

દાંડી પહોંચતા જ હું  આઝાદીની ચળવળનાં ઇતિહાસમાં પહોંચી ગયો...દાંડી યાત્રા મારી નજર સમક્ષ ખડી  થવા માંડી...સૌથી આગળ ચાલતા ગાંધીજી અને પાછળ તેના સાથીદારો....દાંડીના દરિયા કિનારે જેમ ગાંધીજીએ મીઠું ઉપાડેલ તેમ મેં દરિયાની ધૂળ ઉપાડીને એ યાત્રાનો જાણે સાક્ષી થયો હોય એમ આનંદ અનુભવ્યો....

1930માં સવિનય કાનૂનભંગના ભાગરૂપે યોજાયેલ આ દાંડીયાત્રા ઇતિહાસમાં ઘણુ મોટુ નામ ધરાવે છે.
દાંડી પહોંચતા જ 78 સાથીદારો સાથેની દાંડી યાત્રા દેખાવા લાગે. " હરિનો મારગ છે શૂરાનો નહીં કાયર નું કામ" એ ભજન મનમાં ગુંજવા લાગે. અહીંના સૈફિવિલામાં ગાંધીજી રોકાયેલા અને આ વીલા સામે જ મીઠુ ઉપાડી ગાંધીજીએ બ્રિટિશરોની ઇમારતના પાયામાં લૂણો લગાડેલ. આ સ્થળ જોતાં જ 6 એપ્રિલ-1930 એ સવારે મીઠુ ઉપડવાનુ એ સાહસિક દૃશ્ય નજર સામે ખડું થઈ જાય. " નમક કા કાનૂન તોડ દિયા".  ગાંધીજી રોકાયેલ તે સૈફવિલાને મેં ધારી ધારીને જોયો, કહો તો અનુભવ્યો....

સૈફ સાહેબે આ વીલા હેરીટેજ બનાવવા 1961માં ભારત સરકારને સુપ્રત કરેલ.

દાંડી બાદ અમે બાજુના ગામ - કરાડી ગયા કારણ કે ૧૯૩૦મા દાંડી યાત્રા બાદ ગાંધીજી બાજુના કરાડી ગામમાં રોકાયેલા પણ ધરાસણા સત્યાગ્રહ વખતે અહીંથી ગાંધીજીની ધરપકડ થયેલી....ગાંધીજી કરાડીમાં જે ઝુંપડીમાં રોકાયેલા તેને પણ અમે જોઈ અને ગાંધીજીની ઝાંખી કરી....

ધન્ય દાંડી .......ધન્ય ગાંધી.......

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? નવસારી થી દાંડી માત્ર ૨૫ કિમી અંતરે આવેલ છે...બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે....

ક્યાં રોકાવું ? દાંડી નાનું ગામ છે આથી ત્યાં રોકાણની ખાસ સુવિધા નથી. રાત્રી રોકાણ નવસારી ખાતે કરી શકાય છે...

અન્ય માહિતી - અહી ગુજરાત સરકાર દ્વારા ભવ્ય મ્યુઝીયમ બની રહ્યું છે....



















08 January, 2019

હલ્દીઘાટી - એક ઈતિહાસ......

હલ્દીઘાટી - એક ઈતિહાસ......


ઇતિહાસમાં માનસિંહ અને મહારાણા પ્રતાપ વચ્ચેના હલ્દીઘાટીનાં યુદ્ધને કેટલીયે વાર ભણાવ્યા પછી આ સ્થળને પ્રત્યક્ષ જોતા અંદરનો ઇતિહાસકાર ધન્ય ધન્ય થયો.....

ઉદયપુરની મુલાકાત દરમ્યાન અમે હલ્દીઘાટીની મુલાકાત લીધેલી...

ઈતિહાસ તરફ એક નજર  - 
મુઘલ સમ્રાટ અકબરે રજપૂતો સાથે સબંધો સ્થાપવા વિવિધ મૈત્રીની નીતિ અપનાવેલી અને મોટાભાગના રાજપૂતોને પોતાન પક્ષમાં કરલા. જેમાં તેના સૌથી માનીતા હતા જયપુર ( આંબેર) નાં રાજા માનસિંહ. મેવાડના મહારાણા પ્રતાપને પોતાના પક્ષમાં કરવા માટે અકબરે ઘણા પ્રયાસો કરેલા પણ મહારાણા પ્રતાપ કદી કોઈનું આધિપત્ય સ્વીકારવા તૈયાર નાં હતા. છલ્લે અકબરે મહારાણા પ્રતાપને સમજાવવા માટે ખુદ માનસિંહને મોકલેલા છતાં મહારાણા પ્રતાપ માન્યા નહિ. અને અંતે ઈ.સ. ૧૫૭૬ માં મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે અહી હલ્દીઘાટીમાં ભીષણ યુદ્ધ થયેલ. આ યુદ્ધ બાદ મહારાણા પ્રતાપનાં ચહિતા ઘોડા "ચેતક " નું એક છલાંગ લગાવ્યા બાદ મૃત્યુ થયેલ...

યુદ્ધ બાદ મહારાણા પ્રતાપ ભીલોની મદદ થી મુઘલ સેના સામે જીવનના અંત સુધી લડતા રહેલા....

આ સ્થળ પર મેં આંખ બંધ કરેલી ત્યારે જાણે એકબાર અને મહારાણા ની સેનાઓ અને તેના ઘોડાઓનો અવાજ સંભળાતો હોય તેવું અનુભવાય...અહી થી થોડે જ આગળ મહારાણા પ્રતાપનું મ્યુઝીયમ પણ છે....આ સમગ્ર મુલાકાત આપણને રાજપુતાના યુગમાં ખેંચી જાય તે સ્વાભાવિક છે...

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? ઉદયપુરથી ૪૫ કિમીના અંતરે હલ્દીઘાટી આવેલ છે.. બસ/ ખાનગી કાર/ શેરીંગ કાર દ્વારા ઉદયપુરથી અહી સરળતાથી પહોંચી શકાય છે....

ક્યા રોકાવું ? ઉદયપુરમાં અસંખ્ય હોટેલ છે..ત્યાં જ રોકાણ કરીને હલ્દીઘાટી તરફ ફરવા નીકળવું ઈ સૌથી બેસ્ટ છે....






















13 November, 2018

દિલ્હી ડાયરી – ( કુતુબ પરિસર )----◆

દિલ્હી ડાયરી – ( કુતુબ પરિસર )----◆
દક્ષીણ દિલ્હીના મહરોલીમાં આવેલ કુતુબ પરીસર અનેક સ્થાપત્યની સાક્ષી પૂરે છે. જે આપણને દિલ્હી સલ્તનતનાં ઈતિહાસ તરફ ટાઈમ ટ્રાવેલ કરવા મજબૂર કરી દે છે.
૧૧૯૨ માં તરાઈનાં બીજા યુધ્માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને મહંમદ ઘૌરીએ હિન્દુસ્તાનમાં પોતાના સૂબા તરીકે ગુલામ કુત્બુદીન ઐબકની નિમણૂક કરેલ. પણ બાદમાં ઘૌરીનાં મૃત્યુ બાદ કુ.ઐબકે હિન્દુસ્તાનમાં ગુલામ વંશની સ્થાપના કરી અને દિલ્હી સલ્તનતની શરૂઆત. દિલ્હીમાં બાદમાં ખીલજી, તુઘલક, સૈયદ, લોદી જેવા અન્ય ૪ વંશો પણ આવેલ.
૧. કુતુબ મીનાર ---
ઇંટો-પથ્થરથી બનેલ સૌથી ઉંચી મીનાર છે.
ગુલામ વંશના સ્થાપક કુત્બુદીન ઐબકે આ મીનારનો પાયો બનાવ્યો. પણ પોલોની રમતમાં ઘોડા પરથી પોતાનુ મૃત્યુ થતા તેના જમાઈ ઈલ્તુત્મીશે અન્ય 3 માળ બનાવ્યા. તુઘલક વંશના ફિરોઝશાહ તુઘલાકે ચોથો માળ બનાવ્યો. લોદી વંશના સિકંદર લોદીએ પણ તેનો જીર્ણોધ્ધાર કરાવેલ.
કુતુબ મીનાર નામ યા તો ખુદ કુત્બુદીન ઐબક પરથી યા તો ભારતમાં આવીને વસેલા બગદાદનાં સુફી સંત કુત્બુદીન બખ્તિયાર કાકીની યાદમાં પડેલ.
2. લોહ સ્તંભ-
કુતુબમીનાર ની બાજુમાં આવેલ આ સ્તંભ પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમુનો છે. ચંદ્ર નામના એક રાજાએ પોતાની વિજય ગાથા લખાવેલી. આ ચંદ્ર કદાચ ભારતના સુવર્ણયુગ એવાં ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત-2 ( વિક્રમાદિત્ય ) હશે તેવું ઈતિહાસકારો માને છે.
3. કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જીદ ---
કુત્બુદીન ઐબક દ્વારા બનાવેલ પ્રથમ તુર્ક સ્થાપત્ય વાળી મસ્જીદ છે. તે હિંદુ-મુસ્લિમનો સમન્વય ધરાવે છે.
૪. અલાઈ દરવાજા –
અલ્લાઉદીન ખીલજી દ્વારા બનાવેલ આ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો અજોડ નમુનો છે. લાલ પથ્થરમાં તેનું નકશીકામ સુંદર છે. કુતુબ પરિસરમાં આવા ચાર મોટા દરવાજા બનાવવાનો પ્લાન હતો. પણ અલ્લાઉદીન ખીલજીનું મૃત્યુ થવાથી માત્ર એક જ દરવાજો બની શકેલ






06 November, 2018

किल्ला सिंह गढ़ ( पुणे )----◆

किल्ला सिंह गढ़ ( पुणे )----◆

शिवाजी के पिता मराठा नेता शहाजी भोंसले, आदिल शाह के सेनापती थे और उन्हें पुणे क्षेत्र का नियंत्रण सौपा गया था लेकिन छत्रपति शिवाजी महाराज को आदिल शाह के सामने झुकना मंजूर नहीं था इसलिए उन्होंने स्वराज्य की स्थापना करने का निर्णय लिया और आदिल शाह के सरदार सिद्दी अम्बर को अपने अधीन कर कोंढाना किले को अपने स्वराज्य में शामिल कर लिया। 1647 में, छत्रपति शिवाजी महाराज ने इसका नाम बदलकर सिंहगढ़ रखा।

1665 में किला मुगल सेना हाथों में चला गया। 1670 में, तानाजी मालुसरे के साथ मिलकर शिवाजी ने इसपर फिर से कब्जा कर लिया।

◆सिंहगढ़ की लड़ाई – War of Sinhagad

सिंहगढ़ पर बहुत से युद्ध हुए उनमें से एक प्रसिद्ध युद्ध हैं जिसे मराठा साम्राज्य के छत्रपति शिवाजी महाराज के एक बहुत करीबी और शूरवीर योद्धा तानाजी मालुसरे ने किले को वापस पाने के लिए मार्च 1670 को लड़ा था।

किले की अग्रणी एक खड़ी चट्टान की “यशवंती” नामक एक छिद्रित मॉनिटर छिपकली जिसे घोरपड़ कहा जाता था उसकी सहायता से रात के समय चढ़ाई की। इसके बाद, तानाजी, उनके साथी और मुगल सेना के बीच एक भयंकर लड़ाई हुई। इस लढाई में तानाजी मालुसरे ने अपना जीवन खो दिया, लेकिन उनके भाई “सूर्याजी” ने कोंडाणा किले पर कब्ज़ा कर लिया जिसे अब सिंहगढ़ कहा जाता है।

तानाजी मालुसरे की मृत्यु की ख़बर सुनते ही छत्रपति शिवाजी महाराज ने इन शब्दों के साथ शोक व्यक्त किया,

“गड आला पण सिंह गेला “

युद्ध में तानाजी के योगदान की स्मृति में तानाजी मालुसरे की एक मूर्ति किले में स्थापित हुई थी।

◆शिवाजी के बड़े पुत्र संभाजी महाराज की मृत्यु के बाद, मुगलों ने किले का नियंत्रण ले लिया था। शिवाजी के दूसरे पुत्र छत्रपति राजाराम ने सातारा पर एक मोगुल छापे के दौरान इस किले में शरण ली, लेकिन 1700 ई. पर सिंहगढ़ किले में उनका निधन हो गया। यहाँ राजाराम छत्रपति की समाधी भी स्थित है।

1703 में, औरंगजेब ने किले को जीत लिया लेकिन 1706 में, यह किला एक बार फिर मराठा के हाथों में चला गया।

किला मराठों के शासनकाल में 1818 तक बना रहा, इसके बाद अंग्रेजों ने इसे जीत लिया। इस किले पर कब्जा करने के लिए अंग्रेजों ने 3 महीने का समय लगा, उन्हें महाराष्ट्र में कोई किला जीतने के लिए इतना समय नहीं लगा।

*लोकमान्य तिलक भी समर में यहाँ रहा करते थे, उसका एक निवासस्थान भी हे। गांधीजी तिलकजी को 1915 में यहाँ पे ही मिले थे ।

यहां से एक पर्वत घाटी के राजसी दृश्य का आनंद ले सकता है। दूरदर्शन का टॉवर भी सिंहगढ़ पर है। यह किला राष्ट्रीय सुरक्षा अकादमी, खडकवासला में प्रशिक्षण केंद्र के रूप में भी काम करता है। यहाँ से खडकवासला और वरसागांव बांध और तोरना किला भी देख सकते है।









25 October, 2018

દિલ્હી ડાયરી -1 ( હુમાયુંનો મકબરો ) ---◆

દિલ્હી ડાયરી -1 ( હુમાયુંનો મકબરો ) ---◆
------------------------------------------------
47 મીટર ઉચા ચબૂતરા પર બનાવેલ આ મકબરો ફારસી શૈલીના પ્રભાવ વાળો સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે.
જોનાર જોતાં જ રહી જાય અને વખાણ કરતા ના થાકે એવા આ મકબરાને 1993 મા UNESCO વર્લ્ડ હેરિટેજ જગ્યામાં સ્થાન મળેલ છે.
આ મકબરાની ચારે બાજુ અનેક મુઘલ શાશકો ની કબર આવેલ છે. ( મુખ્યત્વે પત્ની હામિદા બાનું, શાહજહાં ના પુત્ર દારા શિકોહ )
1526માં પાણીપતનાં પ્રથમ યુદ્ધમાં બાબરની 20,000ની સેનાએ ઇબ્રાહિમ લોદી ની એકાદ લાખ સેનાને હરાવીને મુઘલ વંશનો પાયો નાખેલ.
બીજા સમ્રાટ તરીકે હુમાયુ આવ્યો પણ બિહાર નાં શેર શાહ સુરી સામે 1540 માં હાર્યા બાદ 15 વર્ષ સુધી હુમાયુ હિન્દુસ્તાન બહાર ભટકતો રહેલો. 1556 માં તેં ફરી મુઘલ વંશને સતા પર લાવવામાં સફળ રહેલ. પણ 1556 માં સીડી પરથી પડી જવાથી બીજા મુઘલ સમ્રાટ હુમાયુનું મૃત્યુ થયેલ. પહેલા તેને દિલ્હીના જુના કિલ્લામાં દફન કરવામા આવેલ. તેનાં મૃત્યુના 9 વર્ષ બાદ પત્ની હમીદા બાનું અને પુત્ર અકબરનાં આદેશથી આ મકબરાનું બાંધકામ શરુ થયેલ.
દિલ્હીમાં જોવા જેવું આ શ્રેષ્ઠ સ્થળ છે...



07 August, 2018

પોળો ફોરેસ્ટ

પોળો ફોરેસ્ટ - વરસાદી મૌસમ નું એક અદભુત સ્થળ
પ્રકૃતિ અને મનુષ્યનો સબંધ સદીઓ જૂનો છે. પ્રકૃતિમાં માણસને તન -મનથી રીપેર કરવાની ક્ષમતા છે.....
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પાસે આવેલ પોળો જંગલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 15મી સદીમાં બનેલા ઐતિહાસિક જૈન મંદિરોનું સ્થાપત્ય, જંગલ, પહાડો, નદી, ધોધ અને ઉપરથી વરસાદ પછી કહેવું જ શું ???