09 August, 2015

વરસાદી મૌસમ એટલે - પ્રેમ, રોમાન્સ, અને યૌવન ની મૌસમ


” અરે આ બાઈક લઈને આવા વરસાદ માં ક્યા જાય છે ?- મારી મમ્મી એ થોડા મોટા અવાજ માં મારી સામે કચ કચ કરતા કહ્યુ….
“બસ આ વરસાદ માં થોડુ પલળવુ છે એટલે જ તો જાવ છુ”- મે હળવાશ થી બાઈક ને ઘર ની બહાર કાઢતા કહ્યુ

ને પછી કંઈ પણ સાંભળ્યા વીના બાઈક શરુ કરી રસ્તા પર દોડાવવાની શરુ કરી દીધી ઉપર થી કાળા આકાશ માંથી વરસતો ધીમો ધીમો ઝરમર વરસાદ અને આજુ બાજુ લોકો ની ભાગ-દોડ

કોઇ છત્રીમાં જોવા મળે તો કોઇ રેઇનકોટ માં, અને કોઇ તો કોઇ ઇમારત ની છત નીચે તેના સહારા માં ખડકાઇ જાય… ( જાણે વરસાદ ની ભીની મોસમ તેને સ્પર્શી ને તેને લૂંટી જવાની ના હોય ?, જાણે પહેલા કોઇના સબંધ માં કે કોઇના પ્રેમ માં લૂંટાઈ ગયા હોય અને અત્યારે કોઇ ના સહારે બેઠા હોય એમ )
પણ આમ છતાયે રસ્તા પર યૌવન છલકતુ સ્પષ્ટ નજરે ચડતુ હતુ…

બાઈક ધીમે ધીમે રસ્તો કાપતુ હતુ, અને વરસાદ ની બુંદો મને ધીમે ધીમે પ્રેમ થી ભીંજવી રહી હતી ( જેમ કોઇ પ્રિયતમા તેના પ્રિયતમ ને પ્રેમ ના અહેસાસ થી ભીંજવે)

” પહેલા વરસાદ નો સ્વાદ ખૂબ મજાનો હોય છે”
એ વાક્ય મને યાદ આવી ગયુ અને તરત જ મેં અંદર છુપાયેલી જીભ ને થોડુ ડોકિયુ કરવાની શરતે બહાર કાઢી અને વરસાદ ના એ અમુલ્ય બુંદો ને જીભ પર ઝીલ્યા …
વાહ ! વાહ !.. છ સ્વાદ તો માણ્યા તા’  આજ સુધી, પણ આ સાતમો ક્યાંથી ?
ખુબ તરસી થયેલી ધરતીને , વરસાદે પ્રેમ ની બુંદો ના અમીછાંટણા થી સંતોષી અને તેણે એક અલગ જ મહેક( સુગંધ) વાતાવરણ માં તરતી મુકી, પોતે હવે સન્ત્રુપ્ત થઈ છે એની સબિતી રૂપે!! ( કદાચ માણસ પણ પોતની સંત્રુપ્તિ ની દર વખતે સાબિતી આપતા શીખી જાય )
અન્ય અને યુવક-યુવતીઓ પણ આ નજાકત મોહકતા ને માણવા નીકળી પડ્યા હતા, વીના કોઈ ડરે, વીના કોઈ અણગમે, વીના કોઈ સગપણે

યુવતીઓ તો આમ પણ હર હમેશ એક આકર્શક “ફીરોમોન્સ”   છોડતી જ હોય છે,ને વળી આવા વાતવરણ માં વરસાદ ની હલકી બુંદો તેના સરસ, માસુમ ચહેરા(અપવાદ બાદ કરતા ), ગુલાબી હોઠ, રૂ જેવા પોચા અને ભરાવદાર ગાલ પર પડે અને  ભીંજવી મુકે તેના અંગ અંગ ને …
એટલે હવે આ ફિરોમોન્સ સાલો માદક ભીનો ફિરોમોન્સ થઈ જાય,અને ઉપર થી તેમાં ધરતી ની સંત્રુપ્તિ ની મહેક પણ ભળે,

બસ એટલે ફિરોમોન્સ ની સુગંધ તો બધા ને ઘાયલ કરીને યુવાનો ને આકર્ષવા મજબૂર કરી દે ( so aware of girls in  rain..ha ha ha )
આહા ! કેવુ રોમેન્ટિક….. રોમેન્ટીક….
( આંખ બંધ કરી ને કલ્પના થી અનુભવી લો, જો તમરુ યૌવન હજુ ખીલ્યુ ના હોય તો)
આવા માદક ભીના વાતાવરણ માં ભીના થયેલા હોઠ, પોતાના પ્રિયતમ ના ભીના હોઠ ને સ્પર્શવા કેટલા આતુર થતા હશે ? ( હાય રે! હુ તો કલ્પના માં જ ડુબી ગયો, પ્લીઝ ડોન્ટ ડીસ્ટર્બ)

આહા ! વરસાદી બુંદો થી ભીંજાયેલા નરમ નરમ બે હોઠ એક બીજાની નજીક આવે,હજુ વધુ નજીક આવે, અને અંતર ધીરે ધીરે ઘટતુ જાય અને અંતે થોડિ ખાલી રહેલી જગા પુરાઈ જાય….( તોબા તોબા)
( જે single છે તે આ દ્રશ્ય ની કલ્પના કરે, જે  Relationship માં છે તે કંઈક યોજના કરે, યુવાની વટાવી ચુકેલા યુગલો ફરી વાર યૌવન ની ભીની-ગરમ પળો ની યાદ તાજી કરે અને ફરી એક નવી શરુઆત કરે )

વર્ષા ને પ્રેમ ની,રોમાન્સ ની, યૌવન ની રૂતુ કહી છે, તો તેને ખાલી છોડી ને લજાવશો નહી પ્લીઝ !!!
જો દિલ માં ગમ હોય, કંઈક રંજ હોય,પ્રેમ તુટ્યા નુ અસહ્ય દર્દ હોય, તો વરસાદ મા પલળવાનુ ના ચુકતા, લોકો કદાચ તમારી લાગણી ને નહી સમજી શક્તા હોય, પણ આ વરસાદ જરૂર સમજશે ! એ તો સાચો મદદગાર છે,
તામારા તમામ દર્દો ને ભીંજવી ને, પોતાના માં ઓગાળી ને , તમારા થી અલગ કરી ને દુર સુધી વહાવી દેશે (તમારા થી ઘણે દૂર),

દુનિયા આખી ને પેટ પકડી ને હસાવનાર એક માણસ (ચાર્લી ચેપ્લીન) , ભીતર થી ખૂબ દુખી હતો, અને તે વરસાદ ને પોતાનો એક માત્ર સહારો માનતા કહેતો  “લોકો મારી આંખ ના આંસુ ના જુએ એટલે હુ વરસાદ માં ચાલવા નીકળી જાવ છુ”  ( વાહ રે!  કોમેડિયન તને  ઘણી રે ખમ્મા ….)
હવે SIX મારવા માટે ready થઈ જાવ, single  રન થી નહી ચાલે !!!!!!!! ( હુ SIX  મારી ને ઘરે પાછો આવી ગયો છુ હો,ચિંતા ન કરતા  )
તમામ ગુજ્જુ વિદ્યાર્થીઓ અને સાથી મિત્રો નું આ બ્લોગ માં હાર્દિક સ્વાગત છે...

ઘણા સમય થી વિચારતો હતો કે ફરી બ્લોગ/વેબસાઈટ દ્વારા લોકો સુધી એક મેસેજ પહોચાડું પણ લેકચર નાં ખૂબ વ્યસ્ત શીડ્યુલ માં થઇ શકતું નાં હતુ....પણ આજે એ કરી જ નાખ્યું।...........

તમામ એક્ઝામ અને અન્ય તમામ માહિતી હવે હું આ બ્લોગ દ્વારા મુકતો રહીશ અને લોકો બિન્દાસ થી પોતાના પ્રશ્નો નાં સમાધાન પણ મેળવી શકાશે એવી હું આશા રાખું છું........
                                                        આપના પ્રતિભાવો અને સલાહ હમેશા આવકાર્ય રહેશે।......

                                                                                                                      - આપનો વિશ્વાસુ
                                                                                                                         વિવેક ટાંક