13 November, 2018

દિલ્હી ડાયરી – ( કુતુબ પરિસર )----◆

દિલ્હી ડાયરી – ( કુતુબ પરિસર )----◆
દક્ષીણ દિલ્હીના મહરોલીમાં આવેલ કુતુબ પરીસર અનેક સ્થાપત્યની સાક્ષી પૂરે છે. જે આપણને દિલ્હી સલ્તનતનાં ઈતિહાસ તરફ ટાઈમ ટ્રાવેલ કરવા મજબૂર કરી દે છે.
૧૧૯૨ માં તરાઈનાં બીજા યુધ્માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને મહંમદ ઘૌરીએ હિન્દુસ્તાનમાં પોતાના સૂબા તરીકે ગુલામ કુત્બુદીન ઐબકની નિમણૂક કરેલ. પણ બાદમાં ઘૌરીનાં મૃત્યુ બાદ કુ.ઐબકે હિન્દુસ્તાનમાં ગુલામ વંશની સ્થાપના કરી અને દિલ્હી સલ્તનતની શરૂઆત. દિલ્હીમાં બાદમાં ખીલજી, તુઘલક, સૈયદ, લોદી જેવા અન્ય ૪ વંશો પણ આવેલ.
૧. કુતુબ મીનાર ---
ઇંટો-પથ્થરથી બનેલ સૌથી ઉંચી મીનાર છે.
ગુલામ વંશના સ્થાપક કુત્બુદીન ઐબકે આ મીનારનો પાયો બનાવ્યો. પણ પોલોની રમતમાં ઘોડા પરથી પોતાનુ મૃત્યુ થતા તેના જમાઈ ઈલ્તુત્મીશે અન્ય 3 માળ બનાવ્યા. તુઘલક વંશના ફિરોઝશાહ તુઘલાકે ચોથો માળ બનાવ્યો. લોદી વંશના સિકંદર લોદીએ પણ તેનો જીર્ણોધ્ધાર કરાવેલ.
કુતુબ મીનાર નામ યા તો ખુદ કુત્બુદીન ઐબક પરથી યા તો ભારતમાં આવીને વસેલા બગદાદનાં સુફી સંત કુત્બુદીન બખ્તિયાર કાકીની યાદમાં પડેલ.
2. લોહ સ્તંભ-
કુતુબમીનાર ની બાજુમાં આવેલ આ સ્તંભ પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમુનો છે. ચંદ્ર નામના એક રાજાએ પોતાની વિજય ગાથા લખાવેલી. આ ચંદ્ર કદાચ ભારતના સુવર્ણયુગ એવાં ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત-2 ( વિક્રમાદિત્ય ) હશે તેવું ઈતિહાસકારો માને છે.
3. કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જીદ ---
કુત્બુદીન ઐબક દ્વારા બનાવેલ પ્રથમ તુર્ક સ્થાપત્ય વાળી મસ્જીદ છે. તે હિંદુ-મુસ્લિમનો સમન્વય ધરાવે છે.
૪. અલાઈ દરવાજા –
અલ્લાઉદીન ખીલજી દ્વારા બનાવેલ આ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો અજોડ નમુનો છે. લાલ પથ્થરમાં તેનું નકશીકામ સુંદર છે. કુતુબ પરિસરમાં આવા ચાર મોટા દરવાજા બનાવવાનો પ્લાન હતો. પણ અલ્લાઉદીન ખીલજીનું મૃત્યુ થવાથી માત્ર એક જ દરવાજો બની શકેલ






06 November, 2018

किल्ला सिंह गढ़ ( पुणे )----◆

किल्ला सिंह गढ़ ( पुणे )----◆

शिवाजी के पिता मराठा नेता शहाजी भोंसले, आदिल शाह के सेनापती थे और उन्हें पुणे क्षेत्र का नियंत्रण सौपा गया था लेकिन छत्रपति शिवाजी महाराज को आदिल शाह के सामने झुकना मंजूर नहीं था इसलिए उन्होंने स्वराज्य की स्थापना करने का निर्णय लिया और आदिल शाह के सरदार सिद्दी अम्बर को अपने अधीन कर कोंढाना किले को अपने स्वराज्य में शामिल कर लिया। 1647 में, छत्रपति शिवाजी महाराज ने इसका नाम बदलकर सिंहगढ़ रखा।

1665 में किला मुगल सेना हाथों में चला गया। 1670 में, तानाजी मालुसरे के साथ मिलकर शिवाजी ने इसपर फिर से कब्जा कर लिया।

◆सिंहगढ़ की लड़ाई – War of Sinhagad

सिंहगढ़ पर बहुत से युद्ध हुए उनमें से एक प्रसिद्ध युद्ध हैं जिसे मराठा साम्राज्य के छत्रपति शिवाजी महाराज के एक बहुत करीबी और शूरवीर योद्धा तानाजी मालुसरे ने किले को वापस पाने के लिए मार्च 1670 को लड़ा था।

किले की अग्रणी एक खड़ी चट्टान की “यशवंती” नामक एक छिद्रित मॉनिटर छिपकली जिसे घोरपड़ कहा जाता था उसकी सहायता से रात के समय चढ़ाई की। इसके बाद, तानाजी, उनके साथी और मुगल सेना के बीच एक भयंकर लड़ाई हुई। इस लढाई में तानाजी मालुसरे ने अपना जीवन खो दिया, लेकिन उनके भाई “सूर्याजी” ने कोंडाणा किले पर कब्ज़ा कर लिया जिसे अब सिंहगढ़ कहा जाता है।

तानाजी मालुसरे की मृत्यु की ख़बर सुनते ही छत्रपति शिवाजी महाराज ने इन शब्दों के साथ शोक व्यक्त किया,

“गड आला पण सिंह गेला “

युद्ध में तानाजी के योगदान की स्मृति में तानाजी मालुसरे की एक मूर्ति किले में स्थापित हुई थी।

◆शिवाजी के बड़े पुत्र संभाजी महाराज की मृत्यु के बाद, मुगलों ने किले का नियंत्रण ले लिया था। शिवाजी के दूसरे पुत्र छत्रपति राजाराम ने सातारा पर एक मोगुल छापे के दौरान इस किले में शरण ली, लेकिन 1700 ई. पर सिंहगढ़ किले में उनका निधन हो गया। यहाँ राजाराम छत्रपति की समाधी भी स्थित है।

1703 में, औरंगजेब ने किले को जीत लिया लेकिन 1706 में, यह किला एक बार फिर मराठा के हाथों में चला गया।

किला मराठों के शासनकाल में 1818 तक बना रहा, इसके बाद अंग्रेजों ने इसे जीत लिया। इस किले पर कब्जा करने के लिए अंग्रेजों ने 3 महीने का समय लगा, उन्हें महाराष्ट्र में कोई किला जीतने के लिए इतना समय नहीं लगा।

*लोकमान्य तिलक भी समर में यहाँ रहा करते थे, उसका एक निवासस्थान भी हे। गांधीजी तिलकजी को 1915 में यहाँ पे ही मिले थे ।

यहां से एक पर्वत घाटी के राजसी दृश्य का आनंद ले सकता है। दूरदर्शन का टॉवर भी सिंहगढ़ पर है। यह किला राष्ट्रीय सुरक्षा अकादमी, खडकवासला में प्रशिक्षण केंद्र के रूप में भी काम करता है। यहाँ से खडकवासला और वरसागांव बांध और तोरना किला भी देख सकते है।









25 October, 2018

દિલ્હી ડાયરી -1 ( હુમાયુંનો મકબરો ) ---◆

દિલ્હી ડાયરી -1 ( હુમાયુંનો મકબરો ) ---◆
------------------------------------------------
47 મીટર ઉચા ચબૂતરા પર બનાવેલ આ મકબરો ફારસી શૈલીના પ્રભાવ વાળો સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે.
જોનાર જોતાં જ રહી જાય અને વખાણ કરતા ના થાકે એવા આ મકબરાને 1993 મા UNESCO વર્લ્ડ હેરિટેજ જગ્યામાં સ્થાન મળેલ છે.
આ મકબરાની ચારે બાજુ અનેક મુઘલ શાશકો ની કબર આવેલ છે. ( મુખ્યત્વે પત્ની હામિદા બાનું, શાહજહાં ના પુત્ર દારા શિકોહ )
1526માં પાણીપતનાં પ્રથમ યુદ્ધમાં બાબરની 20,000ની સેનાએ ઇબ્રાહિમ લોદી ની એકાદ લાખ સેનાને હરાવીને મુઘલ વંશનો પાયો નાખેલ.
બીજા સમ્રાટ તરીકે હુમાયુ આવ્યો પણ બિહાર નાં શેર શાહ સુરી સામે 1540 માં હાર્યા બાદ 15 વર્ષ સુધી હુમાયુ હિન્દુસ્તાન બહાર ભટકતો રહેલો. 1556 માં તેં ફરી મુઘલ વંશને સતા પર લાવવામાં સફળ રહેલ. પણ 1556 માં સીડી પરથી પડી જવાથી બીજા મુઘલ સમ્રાટ હુમાયુનું મૃત્યુ થયેલ. પહેલા તેને દિલ્હીના જુના કિલ્લામાં દફન કરવામા આવેલ. તેનાં મૃત્યુના 9 વર્ષ બાદ પત્ની હમીદા બાનું અને પુત્ર અકબરનાં આદેશથી આ મકબરાનું બાંધકામ શરુ થયેલ.
દિલ્હીમાં જોવા જેવું આ શ્રેષ્ઠ સ્થળ છે...



07 August, 2018

પોળો ફોરેસ્ટ

પોળો ફોરેસ્ટ - વરસાદી મૌસમ નું એક અદભુત સ્થળ
પ્રકૃતિ અને મનુષ્યનો સબંધ સદીઓ જૂનો છે. પ્રકૃતિમાં માણસને તન -મનથી રીપેર કરવાની ક્ષમતા છે.....
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પાસે આવેલ પોળો જંગલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 15મી સદીમાં બનેલા ઐતિહાસિક જૈન મંદિરોનું સ્થાપત્ય, જંગલ, પહાડો, નદી, ધોધ અને ઉપરથી વરસાદ પછી કહેવું જ શું ???








22 June, 2018

જામ્બુવન ગુફા અને ભગવાન કૃષ્ણ

જામ્બવં ગુફા- ( રાણાવાવ, જિ. પોરબંદર )


પ્રવાસન અને પૌરાણિક ઇતિહાસની દ્રષ્ટીએ આ મહત્વનું સ્થળ છે. સાંકડાં પ્રવેશદ્વાર વાળી આ ગુફા તેની માટી પ્રખ્યાત છે.

ગુફા અને કૃષ્ણની પટરાણીની પૌરાણિક કહાની-
---------------------------------------------------------
મથુરાનાયાદવ સામંત સાત્રજીત ની પુત્રી સત્યભામા સાથે કૃષ્ણનાં લગ્ન થયેલા. આ સાત્રજીતએ સમુદ્રકિનારે સૂર્યદેવ પાસેથી શ્યામન્તક નામનો મણી મેળવેલો. સાત્રજીતને કોઈ પુત્ર ન હતો. કૃષ્ણએ સાત્રજીત પાસે આ મણી માંગેલો પણ તેણે આપ્યો નહિ. એક દિવસ સાત્રજીતનાં ભાઈ પ્રસન્નજીત આ મણી ગળામાં પહેરી શિકાર પર ગયેલા પણ તેઓ પાછા ફર્યા જ નહિ. આથી યાદવોને એવી શંકા જાગવા લાગી કે મણી મેળવવા માટે કૃષ્ણએ પ્રસન્નજીતની હત્યા કરી છે.

એક દિવસ બલરામે કૃષ્ણને કહ્યું કે “ તે પ્રસન્નજીતની હત્યા નથી કરી” એ હું જાણું છું, પણ લોકોને તારે એ સાબિત કરીને બતાવવું પડશે. આથી કૃષ્ણ, બલરામ અને બીજા યાદવો પ્રસન્નજીત ને શોધવા જંગલમાં નીકળી પડ્યા. ત્યારે પ્રસન્નજીતની લાશ મળી અને પગલાઓના આધારે ખબર પડીકે કોઈ સિંહે તેનો શિકાર કર્યો છે અને મણી લઈને જતો રહ્યો છે. આથી એ સિંહને શોધતા શોધતા ખબર પડી કે એ સિંહ મરેલો છે અને તેને કોઈ રીંછે મારી નાખ્યો છે અને મણી લઇ લીધો છે.

અંતે તેને શોધતા શોધતા કૃષ્ણ અને તેના યાદવ મિત્રો એક ગુફા સુધી આવી પહોંચ્યા. બધાને ગુફાની બહાર રાખી કૃષ્ણ ગુફામાં ગયા. પણ કેટલોય સમય ગુફામાંથી બહાર નાં આવતા યાદવોને લાગ્યું કે પેલા રીંછે કૃષ્ણને મારી નાખ્યા હશે આથી ગુફામાં જવાની કોઈની હિંમત નાં થઇ અને તેઓ ગુફા છોડી જતા રહ્યા. અને દ્વારકા જઈ લોકોને આખી વાત કહી. પણ બાદમાં થોડા દિવસો બાદ કૃષ્ણ ગળામાં એક મણી પહેરેલી સ્ત્રી સાથે પાછા ફર્યા. એ સ્ત્રી એટલે રીછ જામ્બવનની પુત્રી જામ્બવતી. કે જેની સાથે કૃષ્ણએ લગ્ન કરેલા......


આજામ્બવન એટલે રામાયણ કાળમાં રીંછોનાં રાજા, જેણે રામને સીતાની શોધ વખતે સહાય કરેલી. આથી જ ગુફામાં કૃષ્ણ અને જામ્બવન વચ્ચે થયેલી લડાઈમાં અંતે જામ્બવને કૃષ્ણને ઓળખી જતા લડાઈ પૂર્ણ કરી અને પોતાની પુત્રી જામ્બવતીનો હાથ કૃષ્ણને સોંપ્યો.

અંતે યાદવસભામાં લોકોને મણી અંગે સત્ય હકીકત ખબર પડી અને કૃષ્ણએ મણી
સત્રાજીતને સોંપી દીધો. પણ બાદમાં કૃષ્ણ પર મણી લેવાના અને પ્રસન્નજીતની હત્યાના ખોટા આરોપનાં પ્રાયશ્ચિતરૂપે, સત્રાજીતે પોતાની પુત્રી સત્યભામાનાં લગ્ન કૃષ્ણ સાથે કરાવેલા અને દહેજમાં મણી આપ્યો. જેને લેવાનો કૃષ્ણએ એવું કહીને ઇનકાર કર્યો કે “તમારું અમૂલ્ય રત્ન એવી પુત્રી સોંપી એ જ બહુ છે”

( આ સમગ્ર પૌરાણિક કહાની જોતા અહી સમુદ્રનું વર્ણન કરેલ છે, જે કદાચ દ્વારકા પોરબંદરનો દરિયાઈ વિસ્તાર હોવો જોઈએ..જે જંગલની વાત થઇ છે તે કદાચ બરડા ડુંગરનું જંગલ હોવું જોઈએ કારણકે વર્ષો પહેલા ત્યાં સિંહો હતા તેવી માહિતી પ્રાપ્ત થાય છે....અને જે ગુફાની વાત થાય છે તે હાલ રાણાવાવ પાસેની જામ્બવન ગુફા )

- વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )


એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? પોરબંદરથી ૧૨ કિમી રાણાવાવ શહેર આવેલ છે. અને ત્યાંથી 3 કિમી અંતરે બરડા ડુંગરની ગોદમાં આ પૌરાણિક ગુફા આવેલ છે. રાણાવાવથી પ્રાઈવેટ વાહન દ્વારા ગુફા સુધી પહોંચી શકાય છે...

અન્ય માહિતી - ગુજરાત સરકારે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાનો પ્રયાસ કરેલ છે..






Mr. Vivek Tank - Dy. Collector - Part 1

18 June, 2018

ટાગોર એક અદભુત વ્યક્તિત્વ---◆



ટાગોર એટલે વિશ્વ કવિ, લેખક, ગાયક, નાટ્યકાર, ચિત્રકાર, આઘ્યાત્મિક સંત, અને સાવ સરળ માણસ.

નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી  નિહાળ્યું.  દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં  રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં  કારણ કે માતાનો પ્રેમ-સુખ ખાસ મળ્યું ન હતુ. પણ સૌથી મોટો  આઘાત રવીન્દ્રનાથને ભાભીરાણી कादंबरी એ યુવાનીમાં જ  કરેલી આત્મહત્યાનો લાગેલો. આ એ જ ભાભીરાણી  કે જેને પોતે સાવ એકલા પડી ગયેલાં ત્યારે પોતાની તમામ કવિતા, ગીતો સંભળાવી શકતા. તેનાં સંગાથમાં તેને જીવન રસભર લાગેલું. જીવનભર એનાં દિમાગમાંથી મૃત્યુનું  એ દૃશ્ય હટ્યું ન હતુ.

પોતાના લગ્નના દિવસે જ તેની બહેનના પતિનું અવસાન. પછી મોટાભાઈનું અવસાન, પછી પિતા, પછી પત્ની મૃણાલીની, પછી 2 પુત્રી, પુત્ર, સૌથી વ્હાલો પૌત્ર....એક એક મૃત્યુની ઘટનાઓ રવીન્દ્રનાથે ઈશ્વરની મરજી સમજી સ્વીકારી લીધી. તેનાં યુવાન  પુત્રના અવસાન વખતે તૌ તેણે લોકોને કહી દીધેલું કે તમે જ સ્મશાનમાં જઇ બધી વિધી કરી આવો, હુ અહિં જ બેઠો છું.....

પોતે બંગાળમાં જમીનદાર હતાં, પણ ખેડુતો માટે એ પિતા તુલ્ય રહેલા. પિતાએ ખરીદેલી જમીનમાં શાંતિનિકેતન આશ્રમ ઉભો કરેલો. તેનુ સ્વપ્ન હતુ કે અહિં માનવીને વિશ્વમાનવી બનાવવો. કલાનું એ મુખ્ય કેન્દ્ર. પોતાની તમામ ખાનગી સંપત્તિ વેંચીને શાંતિનિકેતન ચલાવવામાં વાપરી નાખી. આમ છતા આર્થિક ભીંસ આશ્રમ ચલાવવામાં રહેતી જ, ત્યારે 1913 માં એક અદભુત સમાચાર મળ્યા કે તેઓને "ગીતાંજલિ " પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ અને 8 હજાર  પાઉન્ડનું ઇનામ મળ્યું છે. અને ચિંતાનો અંત આવી ગયો...



એક અદભુત ઘટના એ પણ છે કે એક સમયે બંગાળમાં તેનાં વિરૂદ્ધ ઘણાં લોકો થયાં હતાં. તેણી સાચી કદર વિદેશમાં થઈ. " કાબૂલી વાલા" કહાનીથી થઇને  Rothenstein નામના એક અંગ્રેજી  ચિત્રકારે તેને વિદેશ બોલાવેલા. અને અંગ્રેજી સાહિત્યકારો સમક્ષ કવિતા રજૂ કરવાનો મોકો આપેલો. અને તમામ વિદેશી સાહિત્યકારોએ કહેલું કે " આવી કવિતાઓ અમે કદી સાંભળી જ ન થી"  અને ત્યારથી તેં વિશ્વવિખ્યાત થયેલા. અને એ જ વ્યક્તિએ ટાગોરની બંગાળી કવિતાઓને અંગ્રેજીમાં અનુવાદિત કરીને બુક પબ્લીશ કરાવી આપવાની ગોઠવણ કરી. અને જ પુસ્તક "ગીતાંજલિ " . આ પુસ્તકની કવિતાઓ જાણે  રવીન્દ્રનાથે ઈશ્વરને જોઈને લખી હોય તેવું લાગે....

નોબેલ પ્રાઈઝ મળ્યા પછી ટૉગોરનું ભારતમાં મહત્વ વધવા લાગ્યું. જે કલકત્તા યુનિવર્સીટી તેનો વિરોધ કરતી હતી તેણે જ તેને Phd ( ડોકટરેટ) ની ડીગ્રી આપી તેનુ બહુમાન કરેલ.

ગાંધીજી જ્યારે ભારત આવેલા ત્યારે તેનાં અંતેવાસીઓ શાંતિનિકેતનમાં જ રોકાયેલા. ત્યારે ગાંધી-ટાગોરની પહેલી મુલાકાત થયેલી. અને ટાગોરે ગાંધીજીને "મહાત્મા" કહેલા. પરંતું એવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં ટાગોર ગાંધીજીનો સખત વિરોધ કરેલો, મત ભેદ હતાં પણ મનભેદ ન હતાં...

એક અજબ ઘટના એવી પણ છે કે જીવનના અંતમાં શાંતિનિકેતન ચલાવવામાં આર્થિક રીતે ખાસ મદદ મળતી ન હતી ત્યારે પૈસા માટે  રવીન્દ્રનાથે એક ભવ્ય નાટક સમગ્ર દેશમાં જઇને ભજવવાનું નક્કી કરેલું અને પોતે આટલી મોટી ઉંમરે તેમાં રોલ ભજવવાના હતાં, આ વાત ગાંધીજીને ખબર પડતાં ગાંધીજીએ  ઘનશ્યામદાસ બિરલા દ્રારા બીજા જ દિવસે રૂ. 60,000 નો ચેક અપવેલો. એ દિવસે ટાગોરની આંખમાં આંસુ હતાં...

જીવનનાં અંતમાં પીંછી ઉપાડી 400 જેટલા ચિત્રો પણ દોરેલા.
વિશ્વની અનેક સ્ત્રીઓ તેનાં માટે પાગલ હતી. પણ તેનાં વાત્સલ્યભાવ સામે બાધા પીગળી જતા...વિશ્વના અનેક દેશો તેઓને  ભાષણ આપવા માટે બોલાવતા. એ પ્રકૃતિને શરણે થયેલ માણસ હતો.

બંગાળીમાં જ લખીને વિશ્વકવિ બનનાર આ એક વિરલ વ્યક્તિ હતા, તેમની કહાનીઓ પાર અનેક ફિલ્મો, નાટકો, ફિલ્મો બાની છે.....તેનાં વિશે જરૂર વાંચવું જોઈએ.

સાધુ વેશે હિમાલયની યાત્રા દરમ્યાન હુ હંમેશા તેનુ પ્રખ્યાત  ગીત " તમે એકલા ચૉલો રે"  ગાયે રાખતો....જે હંમેશા મને હિંમત આપતું રહેતું.

- વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

05 June, 2018

કોલેજના યુવાનોને ટકોર....( Think Civil Service )



કોલેજ એ ખુબ મજાની જગ્યા છે. આપણા માટે કોલેજ એ સ્વતંત્રતાનો પર્યાય છે. આ કાળમાં યુવાન નવા મિત્રો બનાવે છે, નવી દુનિયા જાણે છે, નવા વિચારો કરે છે, અને પોતાના સપનાઓને રંગવાનું ચાલુ કરે છે.

તમે આર્ટસ, કોમર્સ, સાયન્સ નાં કોઈ પણ કોર્સમાં હોય ઉપર લખ્યું એ થવાનું જ...મે મારા કોલેજના અનુભવથી એક વાત જોઈ કે એ વખતે અમને સારી રીતે માર્ગદર્શન આપવા વાળું કોઈ હતું જ નહી. બધા કૂવાનાં દેડકા જેવા હતા એટલે કોઈ ખાસ દૂર દૂરનું વિચારી શકતું નહિ....જો કદાચ એ વખતે જ સિવિલ સર્વિસ બાબતે વિલ સર્વિસ પરીક્ષા ( UPSC-GPSC)  વિષે અમને ખબર પડતી હોત તો બે વાર સિવિલ સર્વિસનો કોર્ષ કોલેજ કાળમાં જ પૂરો કરી નાખ્યો હોત.

બસ એ જ અનુભવથી હું આજના કોલેજના યુવાનોને ટકોર કરવા માંગું છું કે તમે કોલેજ કાળથી જ થોડી થોડી વાંચનવૃતિ કેળવો. એ વાંચનથી તમારો પોતાનો એક દ્રષ્ટિકોણ બનશે. દરેક વાતમાં પોતાનો એક તર્ક હશે. અને એ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. તમે જો સિવિલ સર્વિસની પરીક્ષા આપશો તો એમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે વ્યવહારુ જીવનમાં પણ આ તર્કનો ખૂબ ઉપયોગ થશે.

કોલેજકાળમાં ભરપૂર ફાજલનો સમય મળતો જ રહેતો હોય છે. એ સમયમાં તમે સિવિલ સર્વિસનો સિલેબસ જુવો. તેમાં કઈ કઈ પોસ્ટ હોય છે તે જુવો, તેમાં ક્યા ક્યા વિષયો આવે છે એ જુવો. તેમાં જરૂરી વિવિધ પુસ્તકોનું લીસ્ટ તૈયાર કરો. અને થોડું થોડું વાંચન શરુ કરો.....તમારી પાસે ઘણો સમય છે.....એટલે તમે દરેક વિષયને શાંતિથી સમજીને ધીમે ધીમે આરામથી વાંચી શકશો. તે વિષયને લગતી રસપ્રસ કોઈ નોવેલ, રેફરન્સ બૂક પણ વાંચી શકાય... દા.ત. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા ( જ. નહેરૂ ), અડધી રાત્રે આઝાદી ( અનુવાદ – અશ્વિની ભટ્ટ ), મારી વિદેશયાત્રાનાં પ્રેરક પ્રસંગો ( - સ્વામી સચ્ચિદાનંદ ), ઈતિહાસ (- ચંદ્રકાંત બક્ષી ), ધૂમકેતુ કે મુન્શીનાં પુસ્તકો....

આજના ઈન્ટનેટનાં યુગમાં તો ઓનલાઈન પણ ઘણું બધું તમે જ્ઞાન મેળવી શકો. આપણે ફિલ્મો, ગીતો, કોમેડી વિડીયો જોતા હોઈએ છીએ તો સાથે સાથે Youtube પર “ભારત એક ખોજ”, “સંવિધાન” , “રક્તરંજીત”, “પ્રધાનમંત્રી” જેવી સીરીઝનાં એપિસોડ જોઈ શકો છો.

કોલેજકાળમાં તમે એક બીજું સરસ કામ એ પણ કરી શકો કે  તમે તમારા શહેરનાં કલેકટર, જિલ્લાવિકાસ અધિકારી, ડેપ્યુટી કલેકટર, મામલતદાર, પોલીસ અધિક્ષક ( SP), નાયબ પોલીસ અધિક્ષક ( Dy.sp)  વગેરે જેવા અધિકારીઓની ઓફીસ પર જાઓ. તેની કામગીરી શું  હોતી હશે, તેઓ પાસે કેવી સતા હોય છે,  એની પ્રાથમિક માહિતી પણ મેળવી શકો અને કોઈ સારા અધિકારી હોય તો એ યુવાનોને માર્ગદર્શન માટે મળતા પણ હોય છે તો તેવા અધિકારીને મળો. તેમને મળવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે તમને સતત પ્રેરણા મળતી રહેશે. તમારો સિવિલ સર્વિસ પ્રત્યેનો જોશ જાગતો રહેશે.



મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ છે કે હું ધો. 8 માં હતો ત્યારે અમારે શાળામાં ધ્વજ વંદન માટે મુખ્ય અતિથી તરીકે જિલ્લા કલેકટરશ્રી પધારેલા. ત્યારે તેમની એન્ટ્રી, તેનો પ્રભાવ, તેની સતા જોઇને મને ઘણી નવાઈ લાગેલી. તેમના હાથે મને પ્રમાણપત્ર પણ મળેલ. અને બધાને કહેતો ફરતો કે કલેકટરનાં હાથે આ પ્રમાણપત્ર મળ્યું...અને જ્યારે જ્યારે કલેકટર બંગલો પાસેથી પસાર થતો ત્યારે ત્યારે વિચારતો કે આ કલેકટરને જીલ્લાનો રાજા કેમ કહેતા હશે ?? એ કરતા શું હશે ?? પણ હમેશા કલેકટર પ્રત્યે માન થતું....જોકે ત્યારે મને ખબર નહોતી કે કલેકટરને મળી પણ શકાય, નહીતર હું જરૂર મળવા ગયો હોત...



કોલેજકાળમાં તમે છાપું વાંચવાની આદત કેળવી શકો. ખાસ કરીને અંગ્રેજી છાપું. એનાથી બે ફાયદા થશે . એક તો તમારું અંગ્રેજી ખૂબ સારું થઇ જશે અને બીજું તમને દેશ-વિદેશ વિષે ખબર પડવા માંડશે અને નોલેજ પણ વધશે. નુકસાન કાંઈ જ નથી. આ છાપા વાંચવાની આદત તમને ભવિષ્યની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે.....

કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે રમતા રમતા કોલેજકાળ માં તમે આ બધું કરતા જશો તો તમે ઘણા આગળ નીકળી જશો. સિવિલ સર્વિસ માટે તમે ઘણું બધું કરી નાખ્યું હશે અને તમને ખબર પણ નહિ હોય...જ્ઞાન સાથે ગમ્મતની જેમ....

આ લેખ ગમે તો આપના મિત્રો, કોલેજના યુવાનોને જરૂર શેર કરો.....જ્યોત સે જ્યોત જલાતે રહો......

-          -   વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર )

14 February, 2018

Bechtel Beach - (Unexplored Place)

Bechtel Beach - (Unexplored Place)
પોરબંદર થી દ્વારકા જતા કોસ્ટલ હાઈવે પર ઓખા મઢી પાસે મજાનો શાંત સ્વચ્છ બીચ છે. શાન્તિ અને આનંદ નો સંગમ એટલે આ બીચ.
બાજુમાં જ કાચબા ઉછેર કેન્દ્ર પણ છે. જ્યાં અઢળક કાચબાઓ જોવા મળે છે.
કુદરતમાં ભળી જવાની મજા.....





02 January, 2018

વિલ્સન હિલ - વલસાડ

વિલ્સન હિલ - વલસાડ જિલ્લાનું એક મહત્વનું સ્થળ.
દક્ષિણ ગુજરાતમાં ઘણાં મહત્વના પ્રકૃતિમય સ્થળો છે. પ્રકૃતિ અને મનુષ્યનો સબંધ અગાધ છે. પ્રવાસ એટલે પ્રકૃતિમાં ભળી જઇ ખુદને સમૃદ્ધ કરવાની વિદ્યા.
ગવર્નર લેસ્લિ ઓર્મ વિલ્સનના નામે આ સ્થળ પ્રખ્યાત છે. ધરમપુર થી હિલ સુધીનો રસ્તો ખૂબ જ જોરદાર છે. ચોમાસામાં આ સ્થળ કેટલું સુંદર હશે તેની કલ્પના જ કરવી રહી....