27 June, 2016

પ્રેમ Vs પેરેન્ટ્સ


ભારતીય પ્રજા કાયર છે. એક વાર નહિ સો વાર હું આ વાત કહીશ. તમને સંતાનો પેદા કરવાનો અધિકાર છે પણ એને મારવાનો નહિ. ક્યારે સુધારીશું આપણે ?? ક્યારે ફગાવીશું જ્ઞાતિ-જાતિના બંધનો ?? ક્યારે એવું થશે કે એક ઇન્ડિયન ગર્લ પોતાના જ પસંદગીના છોકરા સાથે લગ્ન કરશે ??

વર્ષોથી આપણી ફિલ્મોમાં તમને એક કહાની સામાન્ય દેખાશે કે છોકરો છોકરી પ્રેમમાં પડે અને પછી ફેમીલી વાળાને ખબર પડે અને તોફાન આવે. માં-બાપ પોતાના જ સંતાનોનાં જ દુશ્મનો બની બેસે. સમાજની આબરૂ પ્રતિષ્ઠાના નામ પર સંતાનોને મારી નાખવા એ ક્યાંનો ન્યાય ?? અને તોયે તમે તમારી જાતને સામાંજીત અને ધાર્મક ગણાવો છો ?? ફટ છે તમારી માનવતા પર.

આ કાયરતા છે. ખુલ્લી કાયરતા. જ્ઞાતિ બહાર જઈ લગ્ન કરે , પ્રેમ કરે એમાં આટલું મોટું રીએક્શન શાનું ??  સ્ત્રી પુરુષ હંમેશા એકબીજાથ આકર્શાવાના જ. એ કોઈ પણ નો બાપ આવે તો પણ નહિ રોકી શકે. કોઈ સમાજ નહિ, કોઈ ધર્મ નહિ. તમે તો ભારતને ધર્મની ભૂમિ કહો છો, આ ધર્મ એ તો હંમેશા લોકોને પ્રેમ શિખવ્યો છે. તો હજારો વર્ષ પછી પણ તમે આટલું નાં શીખી શક્યા ???

પ્રેમના, રોમાન્સના  દેવ એવા કૃષ્ણ ની તો તમે રોજ પૂજા કરો છો. એના કીર્તન લીલા સાંભળો છો. અને જો તમારા જ સંતાનો પ્રેમ કરે તો તમે સહન નથી કરી શકતા. આ તો ખુલ્લો દંભ છે. ભારતમાં દમ્ભીઓની જરાય કમી નથી. તો ફેંકી દો કૃષ્ણની મૂર્તિને, બંધ અરી દો એના મંદિરોને , કારણ કે તમે કૃષ્ણને સમજ્યા જ નથી. તો તમને એની પૂજા કરીને દેહાડો કરવાનો કોઈ જ અધિકાર નથી. પોતાની જાતને ધાર્મિક કહેનારો માં બાપ પહેલા સંતાનોની ખુશી જુવે, પછી સમાજ માં આબરૂની પતર ખાંડે.

અને કઈ આબરૂ ભાઈ ??? દંભ દેખાડા વાળી ?? “આવું કરશ તો સમાજનાં ચાર લોકો શું કહેશે ???”  “અમારે સમાજને મોઢું બતાવા જેવું નહિ રહે.” આવું કહેતા મેં માં બાપને સાંભળ્યા છે. એટલે માં – બાપ સમાજમાં પોતાના સંતાન નાં વખાણ કરતા હંમેશા કહેશે કે “ મારી દીકરી બહુ ડાઈ, એ કદી ખોટું કામ નાં કરે. અમે કહીએ એટલું જ કરે . હે ને બેટા ??”  ખાસ  કરીને છોકરીઓને તો નાનપણ થી જ આમ કહી કહી ને મેન્ટલી તમે એવું કહી દીધું કે આવું તો નાં જ કરવું.

પ્રેમ કરવો એ પાપ છે. “અમે કહીએ ત્યાં જ લગ્ન કરવા. અમે તારા માં બાપ છીએ, તારું ખરાબ થોડા ઇચ્છીએ ??” આવું કહી કહી ને એક એક માં-બાપ પોતાના સંતાનો ને માનસિક રીતે ત્રાસ આપ્યો છે, રોજ રોજ માર્યા છે.

 Hum Aah bhi bharte hain to ho jate hain badnaam
 wo katal bhi karte hain to charcha nahi hota

ક્યારે સુધારશે આ રૂઢીવાદી માનસિકતા ??? લોકો ચંદ્ર સુધી જી આવ્યા ને તમે તમારા સંતાનોનાં દિલ સુધી પણ નથી પહોચી શકતા ??? ને કહો છો કે અમે મોડર્ન થઇ ગયા ???

સ્માર્ટફોન , જીન્સ, સારી આવક થી કોઈ મોડર્ન નથી થતું. વિચારોમાં મોડર્ન થવું પડે. કપડા બદલે કઈ નાં થાય, મન બદલવું પડે.

કેટલાય ઘરમાં તો માં બાપ એ એના સંતાનોને એટલા લાડ પ્યાર આપીને હંમેશા “ માનસિક ત્રાસ જ આપ્યો છે “ આનાં કરતા તો નફરત સારી. તમે તો થપ્પડ પણ મારો છે ને એ પણ પ્રેમ થી. પછી બિચારા સંતાનો માં બાપ સામે કઈ જ ઊંચું ઉઠીને બોલી શકતા નથી. કરી નાખે છે કોમ્પ્રોમાઈઝ.

દર વર્ષે એવા લાખો યુવક-યુવતીઓ હશે જે આ એક મુદાને લઈને અલગ થતા હશે. એ લોકોનું બ્રેકઅપ થતું હશે. છોકરીઓ પર તો માનસિક બલાત્કાર જ થાય. “ ૨૦-૨૫ વર્ષ અમે તને ઉછેરી, અમારા પ્રેમમાં શું ખોટ રહી ગઈ હતી ??” આવું કહી કહી ને. ને છોકરી બિચારી ફેમિલીના ઈમોશનલ ડ્રામા સામે હારીને હથીયારો ફેંકી દે, ને છોકરાને કહી દે “ મને ભૂલી જજે, તને મારા કરતા સારી કોઈ મળી જશે “

ને બિચારા છોકરાઓને હંમેશા દેવદાસ બનાવાનો વારો આવે. લોકોની રંગીન ઝીન્દગીને તમે પલ વાર માં ધૂળ ચાંટતી કરી દો, અરમાનોને મારી નાખો. આ હિંસા જ છે. ને લોકો વાત કરે છે આ દેશમાં ગાંધીની, અહિંસાની..... ધિકાર છે તમને ........
.
બવ ઓછી છોકરીઓ એવી હોય છે જે બધા બંધનો હટાવી ને ચિર ફાડ પ્રેમ કરે. ભાગી જાય, ક્રાંતિ કરે અને લગ્ન કરે. પણ આ સમાજ એને જીવવા દે તો ને ??? આવા વિચારથી પણ ઘણા લોકો હવે મનમાં એવું ભરવા લાગ્યા કે “ માં બાપ ની ઈચ્છા હોય તો જ લગ્ન કરવા, બાકી અપાવું બલિદાન  “
લવ સ્ટોરી તો તોજ મહાન કહેવાય ને જો ત્યાગ, બલિદાન કરવામાં આવે ?? આ ત્યાગ નહિ કાયરતા છે. તમારામાં માં બાપ ને એ તાલી કેવાની હિંમત નથી. સમજા સામે લડવાની હિમાત નથી. તમે આ દેશ કેવી રીતે ચલાવશો ?????

આ વિચારોમાં હું સંપૂર્ણ ક્રાંતીકાર છું. રીબેલીયન.......હું તો પ્રેમ માં કોઈ જ સીમા નથી માનતો. ના ધર્મ, નાં જાતી, નાં જ્ઞાતિ, નાં ઉમર.......યુવાનો એ હવે તોડવા જોઈએ બંધન. કરાવી જોઈએ વિચારોમાં ક્રાંતિ. નહીતર કાલે તમે પણ તમારા સંતાનો પર આ જ વિચારો નાખશો. ને આ ચક્ર ચાલતું રેશે. તોડો હવે દીવાલ. બોલાવી દો ભુક્કા.
અસ્તુ.

(આ લેખ માટે અડધી રાતે પ્રેરણા  From– ફિલ્મ “ સૈરાટ )

9 comments:

  1. આપને ત્યાં સંતાન નહિ પ્રોવિડંડ ફંડ પેદા કરવામાં આવે છે. ભૂલથી પણ કોઈ સમાચાર માધ્યમ માં માબાપ ની ટીકા (criticisms not bashing) કરે એ બિચારો મર્યોજ સમજો. આપણે સંસ્કૃતિ એ વર્તમાનકાળ સુચક છે અને રૂઢીવાદ એ ભૂતકાળની સંસ્કૃતિ ને વર્તમાન માં વળગી રહેવું, એવો ભેદ સમજ્યા જ નથી પછી ધર્માંધકારીઓએ સમજાવવા દીધો નથી. રૂઢીવાદએ સ્થગિત છે જયારે સંસ્કૃતિ છે ચલિત છે. વર્તમાન વ્યવસ્થાથી જે લોકોને ફાયદો છે એવાં ધર્મગુરુઓ, અને ચપ ના માલિકો ને લોકોને દુખી રહેવામજ રસ છે, જો લોકો માનસિક સુખી હોય તો ભગવાનના મેનેજરો નો ધંધો તો પડી ભાંગે.
    માફ કરજો પણ ગુજરાતી માં મારી વાત વ્યક્ત નહિ કરી શકું.

    Let’s focus on theory behind caste system or any world religions and what they wanted to achieve with that? A
    t end of a day this whole affair is about maintaining power distance to exploit other people.
    It is same with Patriarchy(male dominated society) society, its all about maintaining power distance between genders. If you give-in then you will be busy maintaining your little power (over your female weather it is your wife, mother, sister) which is easier than challenging higher power exploiting you; it satisfies your urge to rebel but you choose who is easier target. If you love someone you are going to fight for his/her happiness, you may challenge this higher power distance above you.
    Same with breeding societal slave children, its easy to abuse lessor powered.
    So seed solution (that solves all major society problems) is to respect self-ownership, respect freedom of people, and of-course respect all people as long as they respect you back. Power distance exist in every religion. Religions have nothing to do with god or spirituality it is about controlling lessor power to exploit them.

    Nice to know, there are other gujarati who shares the same thought.

    ReplyDelete
  2. એકદમ સાચી વાત છે...!!!
    ભારતીય સમાજ ધીમે ધીમેં બદલાય રહ્યો છે,
    પહેલા લવ મેરેજ એક ગુનો હતો આજ કાલ હવે એક વખત વાત કરતા થયા છે,
    પણ હું માનું છું કે હજુ આપણે ઘણી રૂઢીચુસ્તતાના જાળ માં ફસાયેલા છીએ ...

    ReplyDelete
  3. સાચું! પણ આજકાલ ના પ્રેમ હવે એવા રહ્યા જ નથી.. બસ સ્વાર્થ પૂરો એટલે બધું પૂરું! પછી એ લાગણી ની વાત હોય કે બીજી કોઈ પણ!!

    ReplyDelete
    Replies
    1. એવું આપણે કેવી રીતે કહી શકીએ કે આજકાલના પ્રેમ એવા નથી અને પહેલાં જે પ્રેમ થતા હતા તે જ સારા અને સાચા હતા? જ્યારે હકીકત તો એ છે કે પહેલાં જે પ્રેમ થતો તે સમાજના બંધનો અને સમાજની ક્રુરતા થી દબાઇ જતો અને અસ્ત થઇ જતો જ્યારે અત્યારે જે પ્રેમ થાય છે તે બળવો કરીને પણ લગ્ન સુધી તો પહોંચે છે. પહેલાંના સમયમાં તો એવું સાહસ પણ જોવા નહતું મળતું.

      Delete
  4. માનવતા અને પ્રેમ ની કોઈ ને ખબર જ નથી , આપણા દેશમાં સારું કમાવવા માટે ભણવામાં આવે છે , સારું જીવન જીવવા માટે નઈ

    ReplyDelete