13 November, 2018

દિલ્હી ડાયરી – ( કુતુબ પરિસર )----◆

દિલ્હી ડાયરી – ( કુતુબ પરિસર )----◆
દક્ષીણ દિલ્હીના મહરોલીમાં આવેલ કુતુબ પરીસર અનેક સ્થાપત્યની સાક્ષી પૂરે છે. જે આપણને દિલ્હી સલ્તનતનાં ઈતિહાસ તરફ ટાઈમ ટ્રાવેલ કરવા મજબૂર કરી દે છે.
૧૧૯૨ માં તરાઈનાં બીજા યુધ્માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને મહંમદ ઘૌરીએ હિન્દુસ્તાનમાં પોતાના સૂબા તરીકે ગુલામ કુત્બુદીન ઐબકની નિમણૂક કરેલ. પણ બાદમાં ઘૌરીનાં મૃત્યુ બાદ કુ.ઐબકે હિન્દુસ્તાનમાં ગુલામ વંશની સ્થાપના કરી અને દિલ્હી સલ્તનતની શરૂઆત. દિલ્હીમાં બાદમાં ખીલજી, તુઘલક, સૈયદ, લોદી જેવા અન્ય ૪ વંશો પણ આવેલ.
૧. કુતુબ મીનાર ---
ઇંટો-પથ્થરથી બનેલ સૌથી ઉંચી મીનાર છે.
ગુલામ વંશના સ્થાપક કુત્બુદીન ઐબકે આ મીનારનો પાયો બનાવ્યો. પણ પોલોની રમતમાં ઘોડા પરથી પોતાનુ મૃત્યુ થતા તેના જમાઈ ઈલ્તુત્મીશે અન્ય 3 માળ બનાવ્યા. તુઘલક વંશના ફિરોઝશાહ તુઘલાકે ચોથો માળ બનાવ્યો. લોદી વંશના સિકંદર લોદીએ પણ તેનો જીર્ણોધ્ધાર કરાવેલ.
કુતુબ મીનાર નામ યા તો ખુદ કુત્બુદીન ઐબક પરથી યા તો ભારતમાં આવીને વસેલા બગદાદનાં સુફી સંત કુત્બુદીન બખ્તિયાર કાકીની યાદમાં પડેલ.
2. લોહ સ્તંભ-
કુતુબમીનાર ની બાજુમાં આવેલ આ સ્તંભ પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમુનો છે. ચંદ્ર નામના એક રાજાએ પોતાની વિજય ગાથા લખાવેલી. આ ચંદ્ર કદાચ ભારતના સુવર્ણયુગ એવાં ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત-2 ( વિક્રમાદિત્ય ) હશે તેવું ઈતિહાસકારો માને છે.
3. કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જીદ ---
કુત્બુદીન ઐબક દ્વારા બનાવેલ પ્રથમ તુર્ક સ્થાપત્ય વાળી મસ્જીદ છે. તે હિંદુ-મુસ્લિમનો સમન્વય ધરાવે છે.
૪. અલાઈ દરવાજા –
અલ્લાઉદીન ખીલજી દ્વારા બનાવેલ આ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો અજોડ નમુનો છે. લાલ પથ્થરમાં તેનું નકશીકામ સુંદર છે. કુતુબ પરિસરમાં આવા ચાર મોટા દરવાજા બનાવવાનો પ્લાન હતો. પણ અલ્લાઉદીન ખીલજીનું મૃત્યુ થવાથી માત્ર એક જ દરવાજો બની શકેલ






No comments:

Post a Comment