02 February, 2016

ધર્મો ના નામે માણસે કેટલીયે દિશાઓ બદલી,
                             એક ચાંદ લઈ હાથ, કેટલીયે નીશાઓ બદલી,
 હુ મુસ્લિમ ને ઈદ મુબારક , તુ હિન્દુ ને સાલ મુબારક,
                               પછી તો જુઓ આખે આખી પ્રભાત બદલી,

 મારી લાશ દટાઈ કબરમાં ને તુ સળગ્યો ચિતા ઉપર,
                                છેલ્લે તો વાત અટકી મૌત ના મુદા ઉપર,
 મંદિર કહી ઇશ્વર સ્થાપ્યા, મસ્જીદ બની તો ખુદા પધાર્યા,
                              ખાલી જગાના નામે ઇશ ની સીમાઓ બદલી,

 ચાહ્યુ એણે જે નમાઝ માં, માંગ્યુ મે એ આરત ના અવાજમાં,
                               ખાલી દુવા માંગવાની આ પ્રથાઓ બદલી,

 ભલે ચિતર્યુ ધર્મનુ ચિત્ર અલગ,
                              પણ પકડી હાથ તૂ હવે પરસ્પર વળગ,
 ધર્મના નામે માણસ ના આવા ભેદ શાં ?,
                                માનવ બની માનવતા રાખીએ,  આવા ખેદ શાં ?

No comments:

Post a Comment